આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં ચાર કલાક ઓપરેશન ચાલ્યું: વાંચો આખો અહેવાલ - At This Time

આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં ચાર કલાક ઓપરેશન ચાલ્યું: વાંચો આખો અહેવાલ


આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં ચાર કલાક ઓપરેશન ચાલ્યું: વાંચો આખો અહેવાલ

આટકોટની પરવાડીયા હોસ્પિટલના તબીબે મહિલાના ગર્ભાશયમાંથી 2 કિલોની ગાંઠ કાઢી ઓપરેશન કરાયું.

જસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ૩૩ વર્ષની મહિલાને છેલ્લા એક વર્ષથી ગર્ભાશયની કોથળીમાં માં ગાંઠ હોવાના લીધે પીડાઈ રહ્યા હતા. આ મહિલાએ અનેક જગ્યાએ બતાવ્યા બાદ પણ પીડામાંથી રાહત ન મળતા તેઓ આ હોસ્પીટલે સારવાર અર્થે દાખલ થયા હતા. બાદમાં હાજર તબીબે તે મહિલાની સોનોગ્રાફી અને સીટીસ્કેન કરતા જાણવા મળ્યું કે તેમના મહિલાના ગર્ભાશયમાં આશરે 2 કિલોની ગાંઠ છે જેના લીધે મહિલાને પેટમાં સતત દુઃખાવો રહ્યા કરતો હતો. જેથી આટકોટની કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ગાયનેક સર્જન ડો. નિલેશ ચાવડા તેમજ ડો. રાહુલ સિંહાર તેમની ટીમ તેમજ એનેસ્ટેટિક ડો. ચંદ્રેશ વોરા, તેમજ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડો. નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ મહિલાના ગર્ભાશયમાં રહેલી ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. દર્દીએ આટકોટ કે.ડી.પરવાડીયા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.