દિલ્હીની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા પશુ કલ્યાણ અંગેના ડિપ્લોમા કોર્સમાં એડમિશનની શરૂઆત - At This Time

દિલ્હીની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા પશુ કલ્યાણ અંગેના ડિપ્લોમા કોર્સમાં એડમિશનની શરૂઆત


                                        
દિલ્હીની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા પશુ કલ્યાણ અંગેના ડિપ્લોમા કોર્સમાં એડમિશનની શરૂઆત

દિલ્હીની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા પશુ કલ્યાણ અંગેના ડિપ્લોમા કોર્સમાં એડમિશનની શરૂઆત પશુ કલ્યાણ અંગેનો ડિપ્લોમા કોર્સ ‘ડિસ્ટન્સ લર્નિંગ’માં પણ ઉપલબ્ધ. જીવદયા પ્રેમીઓ આ કોર્સનો અચૂક લાભ લે.

વર્ષ 1985માં સંસદના અધિનિયમ દ્વારા સ્થપાયેલી ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ સર્વસમાવેશક શિક્ષણ દ્વારા સર્વસમાવેશક જ્ઞાન સમાજનું નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ છે. તેણે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) મોડ દ્વારા ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ આપીને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) વધારવાનો પ્રયાસ કર્યો છે. યુનિવર્સિટીએ વર્ષ 1987માં બે શૈક્ષણિક કાર્યક્રમો ઓફર કરીને શરૂઆત કરી, ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન, જેમાં 4,528 વિદ્યાર્થીઓ હતા. આજે, આ યુનિવર્સિટી લગભગ 2,000 લર્નર સપોર્ટ સેન્ટર્સ અને 20 વિદેશી સંસ્થાઓ દ્વારા ભારત અને અન્ય દેશોમાં 30 લાખથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક આકાંક્ષાઓ પૂરી કરે છે. યુનિવર્સિટી લગભગ 200 પ્રમાણપત્રો, ડિપ્લોમા, ડિગ્રી અને ડોક્ટરલ પ્રોગ્રામ ઓફર કરે છે, જેમાં લગભગ 250 ફેકલ્ટી સભ્યો અને 230 શૈક્ષણિક સ્ટાફ મુખ્ય મથક અને પ્રાદેશિક કેન્દ્રો અને ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક સંસ્થાઓ અને ઉદ્યોગોની પરંપરાગત સંસ્થાઓના 35,000 થી વધુ શૈક્ષણિક સલાહકારો છે.

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા પશુ કલ્યાણ વિષય પર ડિપ્લોમા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. પશુ કલ્યાણ વિષય એ કાયદાના ધોરણો, નૈતિકતા અને વિજ્ઞાનની દ્રષ્ટિએ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી દ્વારા આ કોર્સની શરૂઆત કરવા પાછળનો હેતુ ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પશુ કલ્યાણ શીખવવાનો છે. આ કોર્સનો સમયગાળો ૧ થી ૩ વર્ષ સુધીનો છે, જેની ફી રૂ. ૫૪૦૦/- + 300/- રજિશટ્રેશન ફી છે. જાન્યુઆરી અને જુલાઇ બંને મહિનાઓથી આ કોર્સની શરૂઆત કરી શકાય છે. જેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ કોર્સમાં એડમિશન આપેલી લિન્ક પર લૉગ ઇન આઈ-ડી અને પાસવર્ડ દ્વારા મેળવી શકાય છે : https://ignouadmission.samarth.edu.in/index.php/registration/user/register

આ કોર્સમાં એડમિશન માટેનાં જરૂરી દસ્તાવેજો માં વ્યક્તિનો ફોટો, સ્કેન કરેલી સહી , ધો.12નું પરિણામ , સ્નાતક કક્ષાની ડિગ્રી , જન્મ તારીખનો પુરાવો સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

આ કોર્સના વિષયોમાં પશુ કલ્યાણ નીતિશાસ્ત્ર , પશુ કલ્યાણની સમસ્યા, પશુ કલ્યાણને લગતા કાયદા, નીતિઓ અને તેને લગતી સંસ્થાઓ, પશુ કલ્યાણ અંગેનું અર્થશાસ્ત્ર અને આજીવિકાનો સમાવેશ થાય છે.

આ કોર્સ સંશોધકો, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓ, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વેટરનરી વિભાગમાં કાર્ય કરતાં કર્મચારીઓ, ભારતીય પશુ કલ્યાણ બોર્ડના સભ્યો, સિવિલ સર્વન્ટસ, ઝૂલોજિ વિભાગના ઓફિસરો, પશુ કલ્યાણ સંસ્થાઓ/NGOમાં કાર્ય કરતાં કર્મચારીઓ, પ્રાણી પ્રેમીઓ તેમજ પાલતુ પશુ ધરાવનાર વ્યક્તિઓ કરી શકે છે. આ પ્રોગ્રામ અંગેના

કો-ઓર્ડિનેટર પ્રો. પી. વી. કે. શશીધર છે. આ કોર્સ અંગેની વધુ માહિતી મેળવવા માટે pvksasidhar@ignou.ac.in / મો. ૯૯૧૦૦૫૦૪૧૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.