ધંધુકામાં નવા ત્રણ કાયદાના અમલીકરણ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત શિબિરનું આયોજન કરાયુ - At This Time

ધંધુકામાં નવા ત્રણ કાયદાના અમલીકરણ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત શિબિરનું આયોજન કરાયુ


અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં નવા ત્રણ કાયદાના અમલીકરણ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત શિબિરનું આયોજન કરાયુ.

અમદાવાદ જીલ્લાના ધંધુકા પોલીસ ધ્વારા નવા કાયદા અંગે જન જાગૃતિ અને તેના અમલીકરણ થી માહીતગાર કરવા માટે લોક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ જીલ્લા ગ્રામ્ય પોલીસવડા ઓમ પ્રકાશ જાટ ના આદેશ અને ધંધુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહીત સમગ્ર દેશમાં ૧ લી જુલાઈથી ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરીક સંહિતા અને ભારતીય રાજય અધિનિયમ આ ત્રણ કાયદા નો અમલ લાગુ કરી દેવાતા કાયદાની સમજ માટે શિબિરનું આયોજન ધંધુકા એ.પી.એમ.સી ના સભાખંડમાં કરવામાં આવ્યુ હતુ.જેમા સરકારી વકીલ ભીલવાડ તથા એડવોકેટ વારીસભાઈ મોદન ધ્વારા સદરહુ ત્રણે નવા કાયદાની છણાવટ થી માહીતી આપી હતી. શિબિરમાં ધંધુકા પી.એસ.આઈ એ.એસ.બારૈયા, ઉપરાંત પોલીસ સ્ટાફ,જી.આર.ડી સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં આગેવાનો, ગ્રામ્ય વિસ્તારના સરપંચો, નાગરીકો વિશાળ સંખ્યામાં હાજર રહી. નવા કાયદા અમલીકરણ જાગૃતિ માર્ગદર્શન અભિયાન શિબિરને સફળ બનાવ્યો હતો નવા કાયદાઓનું અમલીકરણ થતા ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે. અને આમ નાગરીકો ને તેનો એકંદરે ફાયદો થશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.