ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર ગામે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ સીદપરાના આર્થિક સહયોગથી અમૃત સરોવરનું ખાતમુર્હત - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર ગામે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ સીદપરાના આર્થિક સહયોગથી અમૃત સરોવરનું ખાતમુર્હત


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર ગામે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ સીદપરાના આર્થિક સહયોગથી અમૃત સરોવરનું ખાતમુર્હત

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર ગામે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ સીદપરાના આર્થિક સહયોગથી અમૃત સરોવરનું ખાતમુર્હત સરપંચ શ્રી જયેશભાઈ કાકડીયા, રાજુભાઈ હપાણી દ્વારા કરીને ઊંડું ઉતારવાનું કામ ચાલુ કરેલ.
રાજકોટ જીલ્લાના શાપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૫ અમૃત સરોવરમાનું એક સરોવરનું બનાવવા માટે માનનીય ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ સીદપરાના આર્થિક સહયોગથી શાપરથી રાવકી તરફ જતા રોડ પર વર્ષો જુનો ચેકડેમ રીપેર કરવો અને ઊંડો ઉતારવાનો ખાતમુર્હત. શાપર ગામના સરપંચશ્રી જયેશભાઈ કાકડીયા, ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ હપાણી તેમજ ખેડૂત આગેવાનો હસ્તે કરેલ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, લક્ષ્મણભાઈ શીંગાળા, વિઠ્ઠલભાઈ બાલધા હાજર રહેલ હતા.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્રારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદૂપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદૂપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૃપ થાય છે. અત્યારના સમયમાં ફક્ત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ચેકડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેક્ડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્રારા રીપેર કરવામાં આવે છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ચેકડેમના જીર્ણોધ્ધાર અને નવનિર્માણ દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત ૧૦૫ કરતા વધુ ચેકડેમ નવસર્જિત કરેલ છે. આગામી સમયમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેકડેમો સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.