અરવલ્લી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નિમ્ન સ્તરના એરકાફ્ટ ઉડાણો બાબતે અખબારી યાદી જાહેર કરી.
અખબારી યાદી
ભા૨ત સ૨કા૨ના નેશનલ એરો-જિયો ફિઝિકલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં ખનીજ સંસાધનોના મેપિંગ માટે ભૂ-ભૈતિક સર્વેક્ષણ હાથ ધરેલ છે.જે માટેનો કોન્ટ્રાક્ટ મેસર્સ મેકફાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમર્મીટેડને આપવામાં આવેલ છે.
જે હિમાલયન હેલી સર્વિસીસ લિ. દ્વારા સંચાલીત એરકાફ્ટનો ઉપયોગ કરી સર્વે કરવામાં આવી રહ્યો છે.
જેના દ્વારા Cessna Caravan aircraft દ્વારા નિમ્ન સ્તરના ઉડાણો દ્વારા આ કાર્યવાહી ક૨વામાં આવી રહી છે
આ ઉડાન દ્વારા ઉપલબ્ધ થનારો ડેટા ખનીજ સંશોધન માટે ખૂબ જ ઉચ્ચ કક્ષાના રીઝોલ્યુશન વાળો ડેટા આપશે
આ સર્વેની કામગીરી હાલમાં ગુજરાત રાજ્યના કચ્છ થી અરવલ્લી સહિતના ૧૩ જેટલા જિલ્લામાં ૩૦ મી મે સુધી થવાની છે.
સદર કામગીરી ભારત સરકારના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ હેઠળ હાથ ધરાયેલ છે જેથી નાગરિકોએ કોઈ ચિંતા કે ભય રાખવાની જરૂર ન હોવાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.