કાતિલ ઠંડી વચ્ચે ટ્રાફિકમાં વધારો, રોજ 60 લાખની આવક, રૂટિન કરતા 8થી 10 લાખ વધુ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ ધૂમ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. લગ્નગાળાની સાથોસાથ કાતિલ ઠંડી પણ પડી રહી છે. છતાં આ કાતિલ ઠંડીની અસર એસટીનાં ટ્રાફિક ઉપર જરા પણ પડી નથી. રાજકોટ એસ.ટી. વિભાગનાં ટ્રાફિકમાં ઘણો વધારો થયો છે. ટ્રાફિક વધવા પાછળ પૂર બહારમાં ખીલેલો લગ્નગાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોજ 60 લાખની આવક થઈ રહી છે જે રૂટિન કરતા 8થી 10 લાખ વધુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.