બોટાદ નગરપાલિકા દ્વારા સફાઈ સુરક્ષા મિત્રો, સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા સફાઈ સુરક્ષા મિત્રો, સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો


(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ આરોગ્ય કર્મીઓનું આરોગ્ય પણ સુનિશ્ચિત કરવાના નિર્ધાર કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર,૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,ત્યારે બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા સફાઈ સુરક્ષા મિત્રો, સફાઈ કામદારો અને તેમના પરિવારજનોના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર 01 અને 02ના સહયોગથી કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં ૬૮-સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું તેમજ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપ કેમ્પમાં ડો. તિથીબેન વાળા, ડો.પાયલબેન બોટાદરા તથા અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાની સેનીટેશન શાખા દ્વારા આયોજન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.