મહીસાગર જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૨૨ મહાત્મા ગાંધી વિદ્યા વિનય મંદિર મલેકપુર ખાતે યોજાયો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર આવેલ મહાત્મા ગાંધી વિનિય હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાંરાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય,કલા,સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વયજુથના ક્લાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્યમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત સરકાર રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવુર્તિઓ વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુર્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મહીસાગર સંચાલિત અને શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુરના સહયોગથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહીસાગર જિલ્લા કક્ષા કલામહાકુંભ-૨૦૨૨ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકોમાં રહેલ શક્તિને બહાર લાવવા માટે કલા મહાકુંભ યોજવામાં આવે છે.શિક્ષણની સાથે બાળકમાં રહેલ શક્તિઓને બહાર લાવવાનું કામ કલા મહાકુંભ દ્વારા કરવામાં આવે છે.અને વિદ્યાર્થીઓએ રમત-ગમત કે સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ.આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું કે,બાળકોને ઘણી વખત ફક્ત અભ્યાસ તરફ જ ધ્યાન રહેતું હોઈ છે એવામાં કલા મહાકુંભ દ્વારા છુપાયેલી શક્તિને ઉજાગર કરવી જોઈએ.વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત છેવાડાના બાળકોમાં રહેલ છુપાયેલી શક્તિને ઉજાગર કરવાનું કામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે અને સાંસદશ્રીએ રાજ્ય કક્ષાએ મહીસાગર જિલ્લાનું નામ રોશન થાય તેવી પ્રાથના કરી હતી.લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓની સ્કિલ બહાર આવે તે માટે સરકાર અનેક આયોજન કરે છે.અને આજે જિલ્લા કક્ષાએ નવ જેટલી કૃતિઓ યોજવામાં આવી રહી છે.કલા મહાકુંભ દરમિયાન વિવિધ સ્કૂલના બાળાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે નિહાળી હતી.આ પ્રસંગે રમત-ગમત અધિકાર શ્રીમતી હર્ષાબેન,જિલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન,શ્રી મહાત્મા ગાંધી વિદ્યા વિનય મંદિર સ્કૂલ આચાર્ય શૈલેષભાઇ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.