ભાવનગર ડિવિઝનના બોટાદ સ્ટેશનની મહિલા સફાઈ કર્મચારીએ પ્રમાણિકતા દાખવીમહિલા રેલ્વે મુસાફરનો અંદાજે ₹15,000/-ની કિંમતનો મોબાઈલ પરત આપ્યો
(અસરફ જાંગડ દ્વારા)
06 નવેમ્બર, 2024 (બુધવાર) ના રોજ, સરિતા અગ્રવાલ નામની મહિલા મુસાફર તેના પરિવાર સાથે ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ દ્વારા બોટાદ આવી હતી. તે પછી મહિલા પ્રવાસી તેના પરિવારના સભ્યો સાથે કષ્ટભંજનદેવ મંદિર, સાળંપુર ગઈ હતી. આ દરમિયાન મહિલા મુસાફરનો મોબાઈલ ફોન ભૂલથી લેડીઝ વેઈટિંગ રૂમમાં રહી ગયો હતો. તે મોબાઈલ ફોનની કિંમત લગભગ ₹15,000/- હશે.બોટાદ સ્ટેશન પર સફાઈ નું કામ કરતી મહિલા કર્મચારી ચંદા જ્યારે સફાઈ કામ માટે વેઈટિંગ રૂમમાં ગઈ ત્યારે તેને લાવારિસ હાલત મા પાડેલો મોબાઈલ ફોન મળ્યો. મહિલા કર્મચારી ચંદાએ ઈમાનદારી દાખવતા મોબાઈલ ફોન સ્ટેશન પર કામ કરતા સીટીઆઈ કે. આર. ચૌહાણને સોંપી દિધો. થોડા સમય પછી, મહિલા મુસાફર તેના પરિવારના સભ્યોને મંદિરમાં છોડીને સ્ટેશન પર પરત આવી અને સીટીઆઈ કે. આર. ચૌહાણને મળીને મહિલા વેઈટિંગ રૂમમાં મોબાઈલ ફોન ભૂલી જવા અંગે જણાવ્યું. જરૂરી તપાસ બાદ સીટીઆઈએ મહિલા પેસેન્જરને મોબાઈલ ફોન પરત આપ્યો હતોમહિલા મુસાફરે મોબાઈલ ફોન મળી આવ્યા બાદ સફાઈ કર્મચારી ચંદા, સીટીઆઈ કે. આર. ચૌહાણ અને રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે મહિલા સફાઇ કર્મચારી ચંદાની પ્રશંસા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.