"ઊના પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કામગીરી ,ચેકીંગ હાથ ધરાયુ."(જીતેન્દ્ર ઠાકર ઊના) - At This Time

“ઊના પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કામગીરી ,ચેકીંગ હાથ ધરાયુ.”(જીતેન્દ્ર ઠાકર ઊના)


'ઉના પોલીસ સ્ટેશનમાં આવા ૨૮ જેટલા ઇસમોની યાદી તૈયાર તહેવારોને લઈ કડક કાર્યવાહી હાથ ધરી '

'ઉના વિસ્તારના અસામાજીક તત્વો વિરૂધ્ધ
અસરકારક કામગીરી કરતી ઉના પોલીસ'
આજરોજ ઉના શહેર વિસ્તારમાં ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્રારા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાવડાવેલ જે અન્વયે ઉના પોલીસ સ્ટેશનમાં આવા ૨૮ જેટલા ઇસમોની યાદી હોય જે અન્વયે.આજરોજ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયાની સુચના મુજબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાની સુચના અનવ્યે આગામી દિવસોમાં રમજાન ઇદ, તથા રામનવમી, નો તહેવાર આવનાર હોય જે અનુસંધાને ઉના ટાઉન વિસ્તારમાથી નિકળનાર રમજાન ઇદનુ ઝુલુશ તેમજ રામનવમીની શોભાયાત્રા જે રૂટ ઉપર પસાર થનાર હોય તે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામા આવેલ તેમજ ઉના પીઆઇ એમ એન રાણા તથા ઉના પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ સ્ટાફ સાથે પોલીસ દ્રારા ઉના શહેર વિસ્તારમા અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ કરી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમોના રહેણાક મકાનોએ કોંમ્બીંગ કરી રહેણાકના દસ્તાવેજો તથાલાઇટ બીલો તથા નળ કનેકશન વિગેરની માહીતીઓ તપાસી ગે.કા મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે. તેમજ ગેર કાયદેસર મળી આવેલ ના વિરૂધ્ધમાં આજરોજ ઇલેકટ્રીક સીટી ની કલમ ૧૩૫ મુજબ એક કેસ કરવામા આવેલ તથા એમ વી.એકટ કલમ ૨૦૭ મુજબ એક કેસ કરવામા આવેલ.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image