પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.એ એનિમલ હેલ્પલાઇન શેલ્ટર, હોસ્પિટલમાં પગલાં કર્યા - At This Time

પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.એ એનિમલ હેલ્પલાઇન શેલ્ટર, હોસ્પિટલમાં પગલાં કર્યા


પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.એ એનિમલ હેલ્પલાઇન શેલ્ટર, હોસ્પિટલમાં પગલાં કર્યા

બીમાર અબોલ જીવોને તેમણે શાતાકારી આશીર્વાદ આપ્યાં.
રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 18 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું 'મોબાઇલ પશુ ચિકિત્સાલય','એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ' સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 8,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. અબોલ જીવો માટે સતત કાર્યરત નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા, ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈનમાં પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.એ પગલાં કર્યા હતા. પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.એ 24 વર્ષની યુવાન વયે પિતા સાથે દીક્ષા લીધી હતી. 40 વર્ષના સંયમ પર્યાયમાં તેઓએ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારત સહિત અનેક નાના – મોટા ક્ષેત્રોમાં વિચરણ કર્યું છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ ધીર અને ગંભીર છે.
પૂ.ધીર ગુરુદેવમાં વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા. દરેક માટે પ્રેરણા સ્તોત્ર છે, તેઓ જે કાર્ય હાથમાં લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈનની મુલાકાત દરમ્યાન તેઓએ બીમાર અબોલ જીવોને શાતાકારી આશીર્વાદ આપ્યાં હતા. પૂ. ધીરજ મુનિ મહારાજ સાહેબે વર્ષ 2023 ને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “જીવદયા વર્ષ” તરીકે ઘોષિત કરીને સંસ્થાની સેવા યાત્રાને અનેક ગણી કરવાની છે તેવું જાણીને હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા હતા. ખાસ કરીને શિશુઓથી લઈને 20 વર્ષ સુધીના યુવાનોમાં શાકાહાર,ગૌસેવા,અભયદાન,જીવદયા,માનવતા પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે આધુનિક ટેકનોલોજીની મદદથી તેમજ સૌરાષ્ટ્રની દરેક સ્કૂલ કોલેજોમાં રૂબરૂ જઈ આ વિષયક સેમિનાર,વેબીનાર,પ્રેઝન્ટેશન કરવાની સંસ્થાની મહત્વકાંક્ષી યોજના અંગે પણ આશીર્વાદ આપ્યા હતા.
પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ની મુલાકાત દરમ્યાન એનિમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી , પ્રતિક સંઘાણી અને રમેશભાઈ ઠક્કર, સેવાભાવી ડોક્ટર્સ, કર્મયોગી કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.