લખતર ભૈરવપરમાં અનેક જગ્યાએ પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલી નવી પાઈપલાઈન લીકેજ - At This Time

લખતર ભૈરવપરમાં અનેક જગ્યાએ પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલી નવી પાઈપલાઈન લીકેજ


લખતર ભૈરવપરમાં અનેક જગ્યાએ પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલી નવી પાઈપલાઈન અનેક જગ્યાએ લીકેજસરકાર દ્વારા નલસે જલ તક યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ રૂપિયા પાણીમા ગયાનો ઘાટ સર્જાયો
લખતર ગામમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં નલસે જલ તક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત લખતર શહેર સહિત બહારના પરા વિસ્તારને પુરતા ફોર્સ અને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તેમાટે થઈને આશરે રૂપિયા બે કરોડ ફાળવવામાં આવ્યા છે લખતર ગામ અને બહારના વિસ્તારમાં વાસમોના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા છેલ્લા બેવર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ લખતર ગામ અને બહારના વિસ્તારમાં પાણી સમિતિ દ્વારા લેખિત મંજૂરી આપ્યા પછી પાણીની પાઇપલાઇન પ્લાન્ટ મુજબ ત્રણ ફૂટ ઉંડી નાખવાના બદલે દોઢ ફૂટ અને કોકકોક જગ્યાએ તેના કરતા પણ ઓછી ઊંડાઈએ નાખવામાં આવી હોવાથી પાઈપલાઈન અવારનવાર તૂટી જાય છે અને પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ પ્લાન મુજબ લાઈન નાખવામાં નહિ આવી હોવાથી પાણી સમિતિ ઉપર જાણી જોઈને લખતર ગામની જલસે નલ યોજના ફેલ જાય તેવી મંજૂરી આપી હોય કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે ભૈરવપરામાં વગર વરસાદે જ્યારથી નવી લાઈનમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારથી કાદવકીચડનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિક મહિલાઓ બાળકોને તકલીફ પડવા સાથે અવારનવાર બીમાર પડતા હોય મહિલાઓએ રોષ વ્યકત કર્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.