સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,ભાવનગર રેન્જ દ્રારા સરકારી મેડિકલ કોલેજ, સરકારી નર્સિગ કોલેજ ભાવનગર ખાતે 'સાયબર ક્રાઈમ જાગૃતિ' કાર્યક્રમ યોજાયો - At This Time

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,ભાવનગર રેન્જ દ્રારા સરકારી મેડિકલ કોલેજ, સરકારી નર્સિગ કોલેજ ભાવનગર ખાતે ‘સાયબર ક્રાઈમ જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો


સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્રારા સરકારી મેડિકલ કોલેજ, સરકારી નર્સિગ કોલેજ ભાવનગર ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ' કાર્યક્રમ યોજાયો હતો.

આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના (૧) પો.વા.ઇન્સ્પેક્ટરશ્રી વાય.એસ.આયરાવ (૨)પો.વા.સબ.ઇન્સ્પેક્ટરશ્રી એચ.એચ.ભટ્ટ (૩) ટે.વો.શ્રી ડી.એમ.ગોહિલ તેમજ મેડિકલ કોલજના ડિનશ્રી ડો. હેમંત મહેતા તથા ચિન્મય અને નર્સિગ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી જે.બી.સિધ્ધપરા તથા શ્રીમતી પારૂલબેન ચૈાધરીની ઉપસ્થિતિમાં મેડિકલના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અટકાવવા શું શું પગલાંઓ લેવાં જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી.

આ જાગૃતિ કાર્યક્રમમાં ૧) સાયબર ક્રાઇમ શું છે? (૨)સાયબર ક્રાઇમના પ્રકાર કેટલાં? (૩)સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું ? (૪) સાયબર સિક્યોરીટી (૫)સાયબર સેફટી (૬)ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ અથવા વેબસાઇટસ:-https://cybercrime.gov.in પર ઓનલાઇન ફરીયાદ નોંધણી કરાવવી તથા ફરીયાદ નોંધાવતા સમયે શું શું દસ્તાવેજો હાજર રાખવાં તે મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી તેમજ વિવિધ પ્રશ્નોત્તરીનુ માર્ગદર્શન પુરું પાડી સાયબર ક્રાઇમના બનાવો અંગે પ્રોજેક્ટર દ્રારા માહિતગાર કરી સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માહિતી આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.