જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા ની આયોજન બેઠક મળી

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે વર્ષોથી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ દેશવાસીઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા આભિયાન અને તિરંગા યાત્રા દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરતા આવ્યા છીએ. તો આવર્ષે પણ દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાત કાર્યક્રમની ૧૧૨મી આવૃત્તિમાં કહ્યું કે, મારા વ્હાલા દેશવાસીઓ, ૧૫મી ઓગસ્ટનો દિવસ દૂર નથી અને હવે તો ૧૫મી ઑગષ્ટની સાથે એક બીજુ હર ઘર તિરંગા અભિયાન પણ જોડાયેલ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી “હર ઘર તિરંગા અભિયાન માટે દરેક દેશવાસીઓને ઉત્સાહ તેની પરીકાષ્ઠાએ છે. ગરીબ હોય, અમીર હોય, નાનું ઘર હોય કે આલીશાન ઘર હોય, દરેક વ્યક્તિ તિરંગો ફરકાવીને ગર્વ અનુભવે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સોશીયલ મીડીયા પર પોસ્ટ કરવાનો ક્રેઝ છે. આપણે જોયું છે કે, કોઈ કોલોની કે સોસાયટીમાં એક ઘર પર તિરંગો લહેરાય છે તે પછી જોત જોતામાં બીજા ઘરો પર પણ તિરંગા લહેરાતા જોવા મળે છે એનો અર્થ એ થયો કે, હર ઘર તિરંગા અભિયાન તિરંગાની આન-બાન-શાન સાથેનો અનોખો ઉત્સવ બની ગયેલ છે અને તેમાં ભાત-ભાતની નવીનતા પણ ઉમેરાતી જાય છે. ૧૫મી ઑગષ્ટ આવતા સુધી તો ઘરોમાં, ઓફિસના સ્થળે, વ્હીકલો પર તિરંગો લગાવવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનો પણ દેખાય છે. કેટલાક લોકો તેમના મિત્રો અને પડોશીઓને પણ તિરંગાનું વિતરણ કરે છે. તિરંગા માટેનો આ ઉત્સાહ અને ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે.

9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.