જસદણમાં કન્યાદાન ફેશન શોરૂમ ના ઉદઘાટન પ્રસંગે પધારેલ ખજૂરભાઇ નિતીન જાની ખેડુતોની વહારે આવ્યા લોકોની ભીડ જામી અનેક મોબાઇલ પાકીટ ચોરાયા - At This Time

જસદણમાં કન્યાદાન ફેશન શોરૂમ ના ઉદઘાટન પ્રસંગે પધારેલ ખજૂરભાઇ નિતીન જાની ખેડુતોની વહારે આવ્યા લોકોની ભીડ જામી અનેક મોબાઇલ પાકીટ ચોરાયા


ખજૂર ભાઈ સો રૂપિયામાંથી 96 રૂપિયાનું દાન કરે છે તેઓએ જણાવ્યું કે જે વેપારી ગરીબોને દાન દયા કરે છે ત્યાંથી જ માલ ખરીદો લોભી લાલચુ અને દંભી વેપારીઓ પાસેથી માલ ખરીદવો નહીં ખજૂર ભાઈ ને જસદણ વિછીયાના પ્રજાજનો દ્વારા આવકાર ફુલડે વધાવ્યા

(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર નવા ડેપો પાસે તેમજ કોટડીયા હોસ્પિટલ સામે આશરે એક વીઘા જેટલી જમીનમાં પથરાયેલ અમદાવાદ સુરત રાજકોટ માફકના મેટ્રો સિટી જેવા જસદણમાં કન્યાદાન શોરૂમ ના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ એ કન્યાદાન ફેશન શો રૂમના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. અને જણાવ્યું હતું કે કન્યાદાન ફેશન નામથી ઓળઘોળ થયા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માં અન્નપૂર્ણા સિંગતેલ જ વાપરો તેવોની પોતાની જ પ્રોડક્ટ છે. તેઓ ખેડૂતો પાસેથી સિદ્ધિજ મગફળી ખરીદે છે ઊંચા ભાવ આપીને જેથી ખેડૂતોને પણ પોષણ ક્ષમભાવ મળે. અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે આ ઉપરાંત ખજૂર ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે વેપારી ગરીબોને દાન નથી આપતા કે દયા નથી કરતા તેવા લોભી લાલચુ દંભી વેપારીઓ પાસેથી કોઈપણ જાતનો માલ ખરીદવો નહીં ખજૂર ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હું જ્યાં જઉં છું ત્યાં પાકીટ ચોરો મારી પાછળ પાછળ આવે છે. તેથી લોકોએ ચેતવું જસદણમાં ઘણા લોકોના પાકીટ અને મોબાઈલ પણ ચોરાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાભણીયા, જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર, ચૉહલીયા ન્યુઝ ગુજરાત મીડિયા હાઉસના ચેરમેન નરેશભાઈ ચોહલીયા, જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા, સહિત અનેક નામી અનામી ઉધોગકારો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કન્યાદાન ફેશનના ઓનર ભાવેશભાઈ હિરપરા, ચેતનભાઇ ખોયાણી, વિવેકભાઈ હિરપરા, અંકિતભાઈ મોલીયા, તથા જનકભાઈ સહિતના ઓનારો દ્વારા તમામ આગેવાનોનું આપતા સાપ્તા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપરોક્ત આગેવાનો કેબિનેટ મંત્રી બાવળીયા તેમજ ખજૂરભાઈ સહિતના આગેવાનોએ આ શોરૂમની નાના સેન્ટર ઉપર શરૂ થયેલ આ શોરૂમની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા હતા. અને કન્યાદાન શોરૂમના તમામ ઓનરોએ ભાવપૂર્વક સર્વ પધારેલ લોકોનું અભિવાદન કર્યું હતું. અંતમાં ખજૂર ભાઈ જે રૂપિયા કમાય છે તેમાથી સો રૂપિયા માંથી 96 રૂપિયાનું દાન કરે છે. માત્ર ચાર રૂપિયા જ તેવો રાખે છે તે બદલ જસદણ વિછીયા પંથકના પ્રજાજનોએ આદર પૂર્વક આવકારીને અભિનંદન પાઠવ્યા હતા અને ખજૂર ભાઈનો જય જય કાર બોલાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.