ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે બે સ્લીપર કોચ લગાવવામાં આવશે
(ચેતન ચૌહાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ)
યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે બે સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં, આ બન્ને કોચ પોરબંદર સ્ટેશનથી 01.06.2024થી અને દાદર સ્ટેશનથી 03.06.2024થી લગાવવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.