જીવન પર્યંત યાદ રહી જાય તેવો અનુભવ
જીવન પર્યંત યાદ રહી જાય તેવો અનુભવ
B. Tech.III (સિવિલ), MIT, પૂણે વર્લ્ડ પીસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે SVNIT, સુરતના કેમ્પસમાં "Recent Advances in Civil Engineering (RACE-2023)" નામની 2-અઠવાડિયા ની સમર સ્કૂલનું સમાપન થયું હતું.
એક વિદ્યાર્થી નેહબ રાજે કહ્યું, "આ જીવન પર્યંત યાદ રહી જાય તેવો શીખવાનો અનુભવ છે. SVNIT, સુરતમાં મારા તાલીમ કાર્યક્રમ દરમિયાન, મને શીખવવામાં આવેલ સોફ્ટવેર HEC-RAS, Vissim, Prima Vera, MSP હતા. ઘાઘરા નદી ના પ્રવાહ ને જમણા કાંઠાથી ડાબા કાંઠે સ્થાનાંતરિત કરવી, પર્યાવરણીય અસર મૂલ્યાંકન, ફાઉન્ડેશન એન્જિનિયરિંગ, ઊંચી ઇમારતો માટે જરૂરી જીઓટેક્નિકલ તપાસ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ લેક્ચર્સ દરમિયાન કેસ સ્ટડીઝની ચર્ચા કરવામાં આવી હતી. અમે સુરત શહેર માટે વાહન વ્યવહાર માટે રિયલ ટાઈમ ઈન્ટરસેક્શન ડિઝાઈન અને સિગ્નલ ડિઝાઈનિંગ વિશે શીખ્યા. એકંદરે, આ તાલીમ ખૂબ જ મદદરૂપ હતી અને અમને તે માહિતી આપી જે મને મારા M.Tech દરમિયાન મળી હોત. વિદ્યાર્થીઓને તેમના રસના ક્ષેત્રને જાણવામાં મદદ કરી જેથી તેઓ તે સંબંધિત ક્ષેત્રોમાં સારી કારકિર્દી ભવિષ્ય માં બનાવવા માટે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. યાદવ સાહેબ, અમને આ તાલીમ આપવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જીવન પર્યંત યાદ રહે તેવો અનુભવ હતો."
વિદ્યાર્થી રોહિત રાજ કહે છે "મને એ ગમ્યું કે કંટાળાજનક Theory શીખવવાને બદલે અમને સિવિલ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં હાલ પ્રવર્તમાન નવી ટેકનીક વિશે જાણવાની તક મળી. હું ડૉ. એસ.એમ. યાદવ સરનો આભાર માનું છું. અમને જાતે ડિઝાઇન અને વિશ્લેષણ કરવાનો અનુભવ મળ્યો તે હંમેશા યાદ રહેશે."
અન્ય વિદ્યાર્થી આદિત્ય કહે છે કે "ડ્રોન સર્વેક્ષણનો સાક્ષી બનવાનો અદ્ભુત અનુભવ એમને મળ્યો. અમે પોતે SVNIT પાસે નાં ચાર રસ્તા ઉપર થી પસાર થતા ટ્રાફિક ને ડ્રોન ની મદદથી 60 મીટર ની ઉંચાઈ થી જોયો અને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની તસવીરો ક્લિક કરી. આ તસવીરો નો ઉપયોગ કરી જે તે intersection ની ડીઝાઈન કરી શકાય. આ મારા માટે અદ્ભુત અનુભવ હતો".
એમઆઈટી - ડબલ્યુપીયુના પ્રોફેસર શિંદે કે જેઓ વિદ્યાર્થીઓ સાથે બે દિવસના કાર્યક્રમમાં આવ્યા છે તેઓ એ માત્ર તેમનો સંતોષ જ નહીં પરંતુ સંસ્થાની રહેવા-જમવાની વ્યવસ્થાથી પણ ખુશ થયા છે એમ કહ્યું. સિદ્ધાંત, પ્રયોગશાળાની મુલાકાતો, કેસ સ્ટડીઝ અને ફિલ્ડ વિઝિટના સંપૂર્ણ મિશ્રણ સાથે આ તાલીમ કાર્યક્રમની રચના કરવા બદલ તેમણે આ કાર્યક્રમના સંયોજક ડૉ. એસ.એમ. યાદવ,પ્રોફેસર ની પ્રશંસા કરી. તેમણે ડાયરેક્ટર ડૉ અનુપમ શુક્લા, ડૉ. સી ડી મોઢેરા, ડીન (એફડબ્લ્યુ), ડૉ. જી.જે.જોષી, વિભાગના વડા નો પણ આભાર માન્યો હતો.તેમણે આ સફળ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવા માટે વિદ્યાર્થી પ્રતિનિધિઓ કુ. રશ્મિ યાદવ, કુ. ઉર્વશી માલાની, કુ. આયુષી પંચાલ, શ્રી કર્તવ્ય, શ્રી હર્ષ અને કુ શ્રીવલ્લીનો પણ આભાર માન્યો હતો.
(ભાવેશ મુલાણી,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.