પરવડી ગામે જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરાઈ - At This Time

પરવડી ગામે જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરાઈ


માનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પી.એમ.પરવડી કેન્દ્રવતી પ્રાથમિક શાળામાં તાલુકા આરોગ્ય અધિકારી અને માનગઢ PHCના મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પરવડી ગામમાં જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી રૂપે પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તથા જેમાં 70 બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ તેમાંથી દરેક બાળકોને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવેલ વિડીયો દ્વારા બાળકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છર દ્વારા થતા રોગો વિશેની સમજણ આપવામાં આવેલ તથા સઘન જાડા નિયંત્રણ પખવાડિયો અંતર્ગત પ્રાથમિક શાળામાં હેન્ડ વોશની પદ્ધતિના ઉપયોગ વિશેની સમજણ સાથે ORSનો ઉપયોગ અને ઝીંકના ઉપયોગ વિશેની સમજણ CHO મિનેષભાઈ દ્વારા આપવામાં આવેલ જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય અને શિક્ષક ગણ સાથે આરોગ્યના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.