કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું - At This Time

કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
આજે આદિવાસી અધિકાર મંચ અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી ઓડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને તેમના કુટુંબીજનો મારફતે સરકારી પડતર જમીનમાં દબાણ કરી રસ્તો રોક્યો છે અને આશરે 5 મકાનો બનાવીને જાહેર દબાણ કર્યું છે ઓડ ગામના ગ્રામજનો નો આ જાહેર રસ્તો છે અને ત્યાંથી સ્મશાનમાં જવાય છે ખેતરોમાં જવાય છે જંગલમાં જવાય છે અને ઉપરની વસ્તીને ગામમાં આવવાનો સ્કૂલમાં જવાનું અને બીજા રસ્તાઓ સાથે જોડેલો આ રસ્તો ચીકણી માટી નાખીને રસ્તામાં અડચણૂ ઊભી કરી હોય રસ્તો રોકી લીધેલો હોય ઓડ ગામના તમામ ગ્રામજનો રણછોડભાઈ નીનામા તેમજ દિલીપ ભરાડા ની આગેવાનીમાં તેમજ આદિવાસી અધિકાર મંચના સલાહકાર ડાહ્યાભાઈ આર જાદવ કિસાન સભા ના પ્રમુખ ભલાભાઇ આદિવાસી અધિકાર મંચના કાંતિભાઈ ગામેતી સીઆઈટીયુ ના આગેવાન ચંદ્રપાલ સિંહ અને રાકેશ તરાર સાબરકાંઠા કિસાન સભાના આગેવાન દિલાવર સિંહ ઝાલા વગેરેની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે તારીખ 19 5 2024 ના રોજ સંબંધીને અરજી આપી હોવા છતાં કલેક્ટર સાહેબે તેના અનુસંધાને મામલતદાર શ્રી ભિલોડા ને તપાસ કરી દબાણ દૂર કરવા આદેશ કર્યો હોવા છતાં મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં જાવ હવે તાલુકા પંચાયત ગયા તો મામલતદારમાં જાઓ એ રીતે ધક્કા ખવડાવતા હતા જેથી તારીખ 19 6 24 અને 24 6 24 ના રોજ ફરીથી અરજી આપવામાં આવી હતી તેમ છતાં કંઈ નિરાકરણ ન થતા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ચૂંટણી માટેના કારણે અને પથ્થરો નાખીને રસ્તો બંધ કર્યો છે સરપંચ દ્વારા તેને ખુલ્લો કરવામાં આવે અને દબાણ દૂર કરવામાં આવે અને ગામના પ્રથમ નાગરિક સરપંચ હોય તેમણે કાયદાનો દુરુપયોગ કરી સત્તા ના જોરે દબાણ કર્યું હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી બળ તરફ કરવામાં આવે આ માગણીઓ લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.