તાજી ધારાસભ્ય ધ્યાન નહિ આપતા માજી ધારાસભ્ય ઠુંમર આવ્યા ગરીબો ને વ્હારે
તાજી ધારાસભ્ય ધ્યાન નહિ આપતા માજી ધારાસભ્ય ઠુંમર આવ્યા ગરીબો ને વ્હારે
દામનગર શહેર માં વર્ષ ૨૦૧૯ થી ૧૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓ કાગ ડાળે ઘર ના ઘર ની રાહ માં
ગાંધીનગર પ્રધાન મંત્રી એફોડબલ હાઉસિંગ મિશન ના મેનેજર ને પત્ર પાઠવી વિગતે જાણકારી મેળવતા માજી ધારાસભ્ય ઠુમરે અંતે ગરીબ પરિવારો માટે કરી મધ્યસ્થી દામનગર નગરપાલિકા ના વર્ષ ૨૦૧૯ થી સતત પાંચ વર્ષ સુધી આવાસ યોજના ની દરખાસ્તો કેમ ભેગી કરાય ?
સ્થાનિક પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવા માં વિલંબ કેમ કર્યો ? સ્થાનિક પાલિકા તંત્ર ની લાભાર્થી ઓ પાસે શુ અપેક્ષા છે ?વર્ષ ૨૦૧૯ થી ભાજપ ની પાલિકા માજ ભાજપ સરકાર ની યોજના પહોંચાડવા પનો કેમ ટૂંકો પડ્યો ? જેવા અનેક સવાલો સાથે સબંધ કરતા વિભાગો માં તાજી ને બદલે માજી ધારા સભ્ય નો સહકાર માંગતા લાભાર્થી ઓની વ્હારે આવતા માજી ધારાસભ્ય ઠુંમર એન સી પી ના શાસન માં ફેજ ૧ અને ફેજ ૨ મળી ૩૦૦ થી વધુ આવાસ મંજુર થયા હતા ભાજપ શાશીત પાલિકા ની ટર્મ પુરી થવા આવશે પણ ગરીબ પરિવારો ને પધાન મંત્રી આવાસ યોજના હેઠળ એકપણ દરખાસ્ત મંજુર નહિ થતા માજી ધારાસભ્ય ઠુંમર સમક્ષ અસંખ્ય લાભાર્થી ઓ એ કરી રજુઆત તેના સંદર્ભે ઠુંમરે માંગી વિગતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.