રાજકોટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના સફળતાપુર્વક ૧૦ વર્ષ પુર્ણ.
રાજકોટ શહેર તા.૮/૩/૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ ૨૦૧૫ના રોજ મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની અન્ય મુશ્કેલીમાં તાત્કાલિક બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી. જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા તા.૮ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૦ વર્ષનાં સમયગાળામાં ગુજરાત રાજ્યમાં ૧૬,૧૬,૮૪૪ થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલરો દ્વારા સ્થળ પર જઇને ૩,૨૪,૪૦૧ જેટલા કિસ્સાઓમાં મહિલાને મદદ પુરી પાડી હતી. રાજકોટ જિલ્લામાં કુલ ૫ રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે, જેમાંથી રાજકોટ શહેર ખાતે ૩ અને રાજકોટ ગ્રામ્યમાં ૨ રેસ્ક્યુ વાન કાર્યરત છે. ૧૦ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ-૧,૧૭,૮૧૧ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી, તાકીદની પરિસ્થિતિમાં સ્થળ ઉપર કાઉન્સિલર સહિતની ટીમે જઇને ૨૭૫૬૫ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડી હતી. વર્ષ ૨૦૨૪માં ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ.૩૦૯૧ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને કુશળ કાઉન્સિલિંગ તથા ૧૯૨૩ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જેમા ૯૨૧ થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, OSC વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા હતા. ૧૮૧ ટીમ દ્વારા અન્ય ઘણા કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણા કે અજાણ્યા મળી આવેલ હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો તેમજ ઘરેથી ભૂલા પડેલા વૃદ્ધ કે અશક્ત હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સૂઝબૂઝથી તેઓના પરિવાર સાથે મેળાપ કરાવવાની ઉમદા કામગીરી પણ કરવામાં આવી હતી. આ મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મુશ્કેલીના સમયમાં સાચી સખી જેમ મદદરૂપ બની છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
