રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ પર બુલડોઝર ફર્યા : 13455 ચો.મી. પાર્કિંગ ખુલ્લું - At This Time

રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ પર બુલડોઝર ફર્યા : 13455 ચો.મી. પાર્કિંગ ખુલ્લું


શહેરના મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.3ના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર ટીપી શાખાએ એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ બિલ્ડીંગ બહારના માર્જીન-પાર્કિંગના દબાણો તોડયા હતા. દસ જગ્યાએથી છાપરા-ઓટલા તોડી પાર્કિંગ માટે ૧૩૪પપ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આજે ટેકસ, ગંદકી, સફાઇ, ફાયર એનઓસી સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી. વોર્ડ નં.3ના આ રાજમાર્ગ પર જુદા જુદા 10 બિલ્ડીંગ બહારથી છાપરા અને ઓટલા તોડવામાં આવ્યા હતા જેમાં જય અંબે કોમ્પ્લેક્ષ, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, રામ કોમ્પ્લેક્ષ, ચાણક્ય કોમ્પ્લેક્ષ, સાંઈનાથ કોમ્પ્લેક્ષ, સાનિધ્ય એપાર્ટમેન્ટ, હરીકૃષ્ણ એન્કલેવ, રવેચી હાર્ડવેર, ઇસ્કોન ફ્લેટ્સ, શિવાલય-ઈ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ બિલ્ડીંગ બહાર વાહનો રાખવા માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હોવાનું ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું.
દબાણ હટાવ શાખા દ્વારા સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર રોડ સુધી દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે જેમાં એક રેકડી અને 315 બોર્ડ બેનર સાધુવાસવાણીકુંજ રોડ પરથી ઉતારવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.