રાજકોટ આંતર રાજય ઘરફોડ ચોરી કરતા કુખ્યાત રીઢા ઇસમને પકડી પાડતી LCB.
રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મો.સા. ચોરીના વધુ બનાવો બનેલ હોય જેથી ચોરીનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીક ના જાનમાલ ને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર કમિશનર બ્રજેશકુમાર ઝા નાઓએ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના કરેલ. જેથી આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ વિસ્તારમાં સરકાર દ્વારા નિયુક્ત કરેલ આઇ.વે. પ્રોજેક્ટ ના કેમેરાનો ઉપયોગ કરી તેમજ બનાવ સ્થળ વિસ્તારના CCTV ફુટેઝ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ નાઓ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત કે, માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતા પુલ પાસેથી એક ઇસમ તથા એક મહિલાને ચોરીના દાગીનાઓ તથા રોકડા રૂપીયા તથા અલગ-અલગ દેશની વિદેશી કરન્સી સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) અજીત શિવરાય ધનગર ઉ.૩૪ રહે.હલકરણી શ્રી.બીરાપ્પા મંદિર બસ સ્ટેશ પાસે તા.ગડહિગ્લજ જી.કોલ્હાપુર રાજય મહારાષ્ટ્ર (૨) નિગંમ્મા ટીપ્પન્ના એમેટી ઉ.૩૦ રહે.દસનાપુરા હોબલી બેંગલોર નોર્થ અલુર પો.સ્ટે. હેગડાદેવનાપુર બેગ્લુરૂ કર્ણાટક. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ મોડી રાત્રીના આરોપીઓએ સાથે મળી જામનગર રોડ પરાસર પાર્ક માં આવેલ મંદિર ની દાનપેટીમાંથી રોકડા રૂપીયાની ચોરી કરેલાની કબુલાત આપેલ છે. (૨) ગઇ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ મોડી રાત્રીના જામનગર રોડ સત્યમ શેરીનં.૧ ખાતે આવેલ બંધ મકાનમાં વંડી ટપી દરવાજાનુ તાળુ લોખંડના સળીયા તથા ડીસમીસથી તોડી આરોપીઓ સાથે મળી રોકડા રૂ.૫,૦૦૦ ચોરી કરેલાની કબુલાત આપેલ છે. સોના-ચાંદિના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ કિ.૧૭,૫૫,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
