અરવલ્લીના ભિલોડા તાલુકાના ટાકાટુકા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ખાતે,રેન્જ IG ગોધરા,શ્રી આર .વી. અસારીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
બાળપણમાંજ જીવનમા આવતા અનેક પડાવો અને પડકારો માટે અને નિષ્ફળતા ,સફળતાઓ માટે બાળકને તૈયાર કરવા જોઈએ જે માટે માતા-પિતા અને શિક્ષકોનો સૌથી મોટો ફાળો છે :આર. વી. અસારી.
રેન્જ IG તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા પ્રાથમિક શાળામા રેન્જ IG ગોધરા,શ્રી આર .વી. અસારીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો,આ તકે આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ-1 ના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.આ પ્રસંગે આર.વી. અસારી દ્વારા જણાવ્યું હતું કે નાના ભૂલકાઓમાં જ્ઞાનનો દીવો શિક્ષકો દ્વારા પ્રજ્વલિત કરવામાં આવે છે.અને તેમના થકી આજે બાળકો દેશનું નામ રોશન કરી રહ્યા છે. પોતાના અનુભવો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારે માતા પિતા અને શિક્ષકોની બીકે ભણ્યો હતો અને આજે મને એવા સારા ગુરુઓ મળ્યા જેનાથી હું આ સ્થાને ઊભો છું.બાળકના જીવનમાં મહત્વનો પડાવ શાળા પ્રવેશ છે. બાળકના આ મહત્વના પડાવને રાજ્ય સરકારે ઉજવણીનું સ્વરૂપ આપી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું ,આ યુગમાં રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શહેરી વિસ્તારના બાળકોની સાથે ગામડાના બાળકો કદમથી કદમ મિલાવી આગળ વધી શકે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.બાળકો અને શિક્ષકો અને ત્યાં ઉપસ્થિત વાલીઓને શુભકામનાઓ આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિઓ માટે લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ થકી ટાકાટુકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં શિક્ષણ મેળવવાની ધગશ જાગી છે અને સ્પર્ધાના વાતાવરણ થકી વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે.તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ દફતર ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રી-શિક્ષકગણ, ગ્રામજનો સહિત શાળાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે ટાકાટૂકા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.