મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : ગુજરાત હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી
મોરબીમાં ઓક્ટોબર ૨૦૨૨ માં ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં નિર્દોષ ૧૩૫ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર, ટીકીટ ક્લાર્ક અને સિક્યુરીટી સહિતના નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી તો ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પણ કોર્ટ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી
ઓરેવા ગ્રુપના એમડી આરોપી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકાર્યા બાદ સ્થાનિક કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જયસુખભાઈ પટેલ ગત જાન્યુઆરી માસથી જેલમાં બંધ છે જેઓ જામીન માટે હાઈકોર્ટમાં ગયા હતા જોકે હાઈકોર્ટમાંથી તેમને મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે જેથી હાલ જયસુખ પટેલને કોઈ રાહત મળી નથી અને હવે તેઓ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે કે કેમ તે જોવું રહ્યું
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.