ગાંધીનગર જિલ્લાના દહેગામ માં આવેલ વેદ ગ્રીન્સ બંગ્લોઝના રહીશોએ જીઇબીના નાયબ ઇજનેરને નવા સ્માર્ટ મીટર કાઢી નાખવા બાબતે લખ્યો પત્ર - At This Time

ગાંધીનગર જિલ્લાના દહેગામ માં આવેલ વેદ ગ્રીન્સ બંગ્લોઝના રહીશોએ જીઇબીના નાયબ ઇજનેરને નવા સ્માર્ટ મીટર કાઢી નાખવા બાબતે લખ્યો પત્ર


*ગાંધીનગર જિલ્લાના દહેગામ માં આવેલ વેદ ગ્રીન્સ બંગ્લોઝના રહીશોએ જીઇબીના નાયબ ઇજનેરને નવા સ્માર્ટ મીટર કાઢી નાખવા બાબતે લખ્યો પત્ર*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી. તલોદ,સાબરકાંઠા*

- જુના મીટર ચાલુ રાખવા બાબત અને નવા મીટર કાઢી નાખવા બાબતે દહેગામ જીઈબીના નાયબ ઇજનેરને પત્ર લખવામાં આવ્યો

* તેમજ 10 દિવસમાં આનો કોઈ નિવેડો નહિ આવે તો વેદ ગ્રીનસ ના રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

ગાંધીનગર જિલ્લાના દહેગામના વેદ ગ્રીન્સ બંગ્લોઝના રહીશોએ જીઇબીના નાયબ ઇજનેરને નવા મીટર કાઢી નાખવા બાબતે પત્ર લખ્યો છે. જુના મીટર ચાલુ રાખવા બાબત અને નવા મીટર કાઢી નાખવા બાબતે દહેગામ જીઇબીના નાયબ ઇજનેરને પત્ર લખવામાં આવ્યો છે. તેમજ 10 દિવસમાં આનો નિવેડો નહિ આવે તો રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
વેદ ગ્રીન્સ બંગ્લોઝના અરજદારોએ આજે 5 જુલાઈના રોજ દહેગામ જીઇબી ઇજનેરને અરજી કરી જાણ કરી છે, અને તેમાં જણાવાયું છે કે, તમામ બ્લોકમાં અરજદારોની સંમતિ વિના સ્માર્ટ મીટર નાખવામાં આવેલ છે,. જે સ્માર્ટ મીટરની અરજદારોને જાણ કર્યા વગર અને કોઈ સ્માર્ટ મીટર ની માહિતી આપ્યા વગર નાખવામાં આવ્યા છે. જે મીટર હાલ અરજદારોની સંમતિ સિવાય નાખવામાં આવેલ છે. જે સ્માર્ટ મીટર કાઢી નાખવા તેમજ જૂના મીટર ચાલુ રાખવા તમામ અરજદારોએ અરજી કરી જાણ કરી છે. નવા મીટર પર અરજદારોને વિશ્વાસ પાત્ર નથી. આથી તે નવા મીટર દસ દિવસમાં કાઢી નાખવા નહિતર તેઓ અરજદાર જીઈબીએ આવીને આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.