શું ગોપાલ વિસાવદર ભેંસાણ ની સીટનો ગોવધૅન પવૅત ઉપાડી શકશે?
શું ગોપાલ વિસાવદર ભેંસાણ ની સીટનો ગોવધૅન પવૅત ઉપાડી શકશે?આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ સીટના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલીયા ઉપર પાર્ટીએ વિશ્વાસ રાખ્યો છે પણ આ યુવા નેતા ફરી આ સીટ પર કોંગ્રેસ ભાજપની જુગલબંધીને સાવરણા ના સીમ્બોલથી સાફ કરશે કે અને આમ આદમી પાર્ટીની જીત લાવશે કે પછી ખુવાર થઈ જશે.વિસાવદર ભેંસાણ સીટ હંમેશા સામા પ્રવાહે તરવા માટે પ્રસિદ્ધ છે.અહી આ સીટ પહેલેથી જ અલગ માનસિકતા ધરાવતા લોકોથી ભરેલી છે.આપના ઉમેદવાર પછી હવે ભાજપ પોતાના કયા ઉમેદવારને ઉતારશે તે પણ ચર્ચાનો વિષય છે કેમ કે ભૂપત ભાયાણીનુ રાજીનામું ફરી ટીકીટ આપવાની શરતે થયેલું છે એમ લોકો કહે છે તો પૂવૅ ધારાસભ્ય હષૅદ રીબડીયાને ગત્ ટમૅમા હારે તોય ફરી એક તક અપાશે એ શરતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો એમ કહેવાય છે તો જુનાગઢ જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ પણ થનગની રહ્યા છે ત્યાં કોઈ પીઢ ઉમેદવાર પણ ડોકિયા કરી રહ્યા છે જે સીધા મોદી સાહેબના સીધા સંપર્કમાં છે એવું લોકો કહી રહ્યા છે.તો કોંગ્રેસ પણ કરસન વાડદોરીયા ને રીપીટર કરશે કે લોકપ્રિય કોંગ્રેસ અગ્રણી ભરત વીરડીયાને તક આપશે કે ભેંસાણ પંથકને મહત્વ આપશે તે આવનારા દિવસોમાં ખબર પડશે કે પછી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા પોતાનું નસીબ અજમાવશે તે પણ નોંધવા જેવી બાબતો ઉપસી આવે છે.પણ વિસાવદરની જનતાને ધારાસભ્ય જોઈએ જ છે કેમ કે વિકાસથી વંચિત ધારાસભ્ય વગરના અનાથ આ વિસ્તારમાં હવે વિકાસ થવો જ જોઈએ.પણ હજુ કોટૅની પીટીશન નો મુદો પણ સમાધાન તરફ જાય છે કે પછી પાંચ વર્ષ આમ જ જનતાને કાઢવાના તે પણ વિચારવા જેવું લાગે છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
