છૂટાછેડા માટે પૈસા માંગતા યુવકે સાળાના ઘર સામે જ પેટ્રોલ છાંટી જાત જલાવી : સારવારમાં - At This Time

છૂટાછેડા માટે પૈસા માંગતા યુવકે સાળાના ઘર સામે જ પેટ્રોલ છાંટી જાત જલાવી : સારવારમાં


રાજકોટના કોઠારીયા રોડ પર ગત રાત્રે પત્ની - સાળા સહિતનાએ છૂટાછેડા માટે પૈસા માંગતા સંજય પિત્રોડાએ સાળાના ઘર સામે જ પેટ્રોલ છાંટી જાત જલાવી હતી. તેને સારવારમાં ખસેડાયો હતો.
આ અંગે થયેલા આક્ષેપો મુજબ, સંજયભાઈ ગોવિંદભાઈ પિત્રોડા (ઉં.વ.48, રહે. કોઠારીયા રોડ, ફાયર સ્ટેશન પાસે, મણીરાજ સાડીની દુકાન સામે, રાજકોટ)એ ગઈકાલે રાત્રે 9 વાગ્યે કોઠારિયા રોડ પર આવેલા મેહુલનગરમાં પોતાના સાળા બીપીનભાઈના ઘર પાસે ગયા હતા અને પેટ્રોલ છાંટી પોતાની જાતે દીવાસળીની કાંડી સળગાવી, જાત જલાવી હતી.
સાળા બીપીનભાઈને જાણ થતાં પાડોશીઓની મદદથી આગ બુજાવી 108માં સંજયભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સંજયભાઈનું પોલીસે નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. જેમાં તેમના પરિવારજનોએ જણાવ્યું કે, સંજયભાઈ 3 ભાઈ, 1 બહેનમાં ત્રીજા નંબરના છે. તે કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં 1 પુત્ર છે. પત્ની શંકા કરતી હોય પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા હતા
તા.1ના રોજ મામલો પોલીસ સુધી પણ પહોંચી ગયો હતો. પત્ની તેના માવતરે મેહુલનગરમાં રહેવા જતા રહ્યા હતા. દરમિયાન છૂટાછેડાની વાત આવતા છૂટાછેડાના કાગળો થઈ ગયા હતા. પણ પછી પત્ની - સાળાએ છૂટાછેડા માટે પૈસાની માંગણી કરી હતી. આક્ષેપ છે કે, સાળાએ ધમકી પણ આપી હતી કે, પૈસા અને મિલકતમાં ભાગ આપવા પડશે. જેથી સંજયભાઈએ આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ સંજયભાઈ સારવાર હેઠળ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.