ધંધુકા ની શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા બાળકોને સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરાઈ.
ધંધુકા ની શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા બાળકોને સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા બાળકોને ઘંઘુકા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (રેફરલ હોસ્પિટલ) ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલ ના નર્સ સ્ટાફ દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી હતી કે આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે, અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપવામાં આવે છે.
જેમાં ઉત્સાહ પૂર્વક સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત નો આનંદ માણ્યો હતો. સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકોને ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ઓપીડી રૂમની વગેરેની બાળકોને માહિતી આપી હતી. જે બદલ શ્રી. ડી. એ.શિક્ષણ સંકુલ શાળા ના આચાર્ય તેમજ શીક્ષક ગણ તેમજ બાળકો એ આભાર માન્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.