મોરવાડા મેઘાણીવાસ પ્રાથમિક શાળામાંથી પાણીની ટાંકી અને સ્ટીલ પાઇપોની ચોરી થતાં સુઈગામ પોલીસ સ્ટેશને અરજી કરાઈ.
સુઈગામ તાલુકાના મોરવાડા ગામે આવેલ મેઘાણીવાસ પ્રાથમિક શાળામાંથી ૫૦૦ લીટર પાણીની ટાંકી,તેમજ પ્રથાનાખંડ ની આજુબાજુ બનાવેલ કઠેડાની સ્ટીલ પાઇપોની ચોરી થતા શાળાના આચાર્ય ભુરજીભાઈ બારોટએ પોલીસને લેખિત અરજી આપી તપાસની માંગ કરી છે
શાળાના આચાર્ય એ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે એમણે અગાઉ ૨૦૨૧માં પણ શાળાના રૂમોના તાળા તોડી પંખાઓની ચોરી થઈ હતી જે બાબતે પણસુઈગામ પોલીસ સ્ટેશનમાં થયેલ ચોરીની અરજી કરી હતી પરંતુ એ અરજી પ્રત્યે પણ જે તે વખતે તપાસ નહોતી થઈ નથી તેવો આક્ષેપ અરજીમાં કર્યો છે વધુમાં અરજીમાં જણાવાયું છે કે શાળાના સમય બાદ શાળામાં દારૂડિયાઓનો ત્રાસ રહે છે, કરે છે.
શાળામાં થી અવાર-નવારબિયર ટીન અને દારૂની ખાલી બોટલો મળી આવતી હોય છે
શાળાની પાણીની લાઈનોમાં અસામાજિક તત્વો કરે છે તોડફોડ કરતા હોય છે,ત્યારે મેઘાણી વાસ પ્રાથમિક શાળામાં દારૂડિયા તત્ત્વોના ત્રાસથી શિક્ષકગણ ત્રસ્ત થઈ ગયું છે. ત્યારે હવે જોવું રહ્યું કે સુઈગામ પંથકમાં તેમજ ખાસ કરીને મોરવાડામાં દારૂડિયા તત્વો નો ત્રાસ તેમજ વારંવાર થતી-નાની મોટી ચોરીઓ નો ભેદ ઉકેલવામાં પોલીસ ને રસ નથી કે શું.??તે તો હવે આવનાર સમય જ બતાવશે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.