પાકિસ્તાનમાં 6 દિવસમાં ગરમીના કારણે 568ના મોત:હીટસ્ટ્રોકના કારણે 267 લોકો હોસ્પિટલમાં દાખલ, રસ્તા પરથી મૃતદેહો મળ્યા, કરાચીમાં રોજના 30-35 લોકોના મોત
પાકિસ્તાનમાં કાળઝાળ ગરમીનો અંત નથી આવી રહ્યો. બીબીસી ન્યૂઝ અનુસાર, છેલ્લા 6 દિવસમાં અહીં 568 લોકોના મોત થયા છે. જેમાંથી મંગળવારે (25 જૂન) 141 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં 24 જૂને તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયું હતું રિપોર્ટ અનુસાર છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે હવામાં વધુ પડતા ભેજને કારણે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે 40 ડિગ્રી તાપમાન પણ 49 ડિગ્રી જેવું લાગે છે. છેલ્લા 4 દિવસમાં 267 લોકોને હીટસ્ટ્રોકના કારણે કરાચી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની એક NGO એધી ફાઉન્ડેશનના વડા ફૈઝલે કહ્યું કે તેઓ કરાચીમાં 4 શબઘર છે પરંતુ સ્થિતિ એવી છે કે મૃતદેહો રાખવા માટે શબઘરમાં જગ્યા બચી નથી. અહીં દરરોજ 30-35 મૃતદેહો આવી રહ્યા છે. ડોન ન્યૂઝ અનુસાર, ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓને અત્યાર સુધી કરાચીમાં રસ્તા પરથી 30 લોકોના મૃતદેહ મળ્યા છે. ગરમીને કારણે ઝાડા,ઉલ્ટી, ભારે તાવની ફરિયાદો
મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. હીટવેવને કારણે જે લોકો બીમાર પડ્યા પછી હોસ્પિટલ પહોંચે છે, તેઓ મોટે ભાગે ઉલ્ટી, ઝાડા અને ખૂબ તાવની ફરિયાદ કરે છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ કામ માટે આખો દિવસ બહાર રહે છે. વહીવટીતંત્રે લોકોને વધુ પાણી પીવા અને હળવા કપડાં પહેરવાની સલાહ આપી છે. ગયા મહિને કરાચીમાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું છે કે છેલ્લા મહિનામાં સમગ્ર એશિયામાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. તેનું સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. કરાચીમાં આજે વરસાદ પડી શકે છે
પાકિસ્તાનના હવામાન વિભાગના અધ્યક્ષ સરદાર સરફરાઝે કહ્યું કે કરાચીમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હીટવેવમાંથી આજે થોડી રાહત મળી શકે છે. શહેરમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે તાપમાન 40 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ગયા મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના મોહેંજોદડોમાં પારો 52 ડિગ્રીને પાર કરી ગયો હતો. પાકિસ્તાનના ઈતિહાસમાં આ ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. ગરમીને જોતા દુકાનો બંધ રહી હતી. આકરી ગરમી વચ્ચે કરાચીમાં 20 કલાક સુધી વીજળી નહોતી. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અગાઉ વર્ષ 2017માં પાકિસ્તાનમાં સૌથી વધુ 54 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હીટસ્ટ્રોક શું છે?
હીટસ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે આપણા શરીરની મૂળભૂત હીટ રેગ્યુલેટીંગ સિસ્ટમ ગરમીની સામે સંપૂર્ણપણે તૂટી જાય છે, એટલે કે તે થાકી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આ એક એલાર્મ બેલ છે. આ દિવસોમાં તમે સમાચાર વાંચતા જ હશો કે મેક્સિકોમાં ભારે ગરમીના કારણે વાંદરાઓ ઝાડ પરથી પડીને મરી રહ્યા છે. તેનું કારણ હીટ સ્ટ્રોક છે. હીટ સ્ટ્રોકને તાત્કાલિક મેડિકલ સંભાળની જરૂર રહે છે. આમ કરવામાં નિષ્ફળતા અચાનક મૃત્યુમાં પરિણમી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.