હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું, તમારૂ મનીલોન્ડરિંગ ગુનામાં નામ ખુલ્યું છે, કહી રૂા.1 કરોડનું ફ્રોડ
રાજકોટના બીપીસીએલના નિવૃત ઉચ્ચ અધિકારીને હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું, તમારું મનીલોન્ડરિંગ ગુનામાં નામ ખુલ્યું છે, કહી રૂ.1 કરોડનું પડાવી ફ્રોડ આચરતાં ખળભળાટ મચી ગયો હતો. સાયબર ક્રાઈમે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવટી આરબીઆઇના દસ્તાવેજો અને સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી વૃદ્ધને વિશ્ર્વાસમાં લીધાં અને ધરપકડનો ભય બતાવી રૂપીયા પડાવી લીધાં હતાં.
બનાવ અંગે રાજકોટમાં જુના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતાં અશ્વીન તલાટીયા (ઉ.વ.65) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વોટ્સએપ મોબાઈલ નંબર ધારક, સ્કાઈપ આઈડી ધારક અને અલગ અલગ આઠ બેંક એકાઉન્ટ ધારકના નામ આપતાં સાયબર ક્રાઈમે બીએનએસ એક્ટ 308(2), 351(2),(3), 319, 179, 336(2)(3), 340(2) તેમજ આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ બીપીસીએલ કંપનીમાંથી નિવ્રુત થઈ નિવૃત જીવન ગાળે છે. ગઈ તા.09/07/2024 ના તેમના વોટ્સએપ નંબર પર 9821564125 નંબર પરથી કોલ આવેલ અને તે શખ્સ હીન્દીમાં વાત કરતો હતો અને જણાવેલ કે, હું મુંબઇ ક્રાઇમ બ્રાંચથી પોલીસ ઇન્સપેકટર અજય પાટીલ બોલુ છુ અને તમારા વિરુદ્ધમા મુંબઇ ક્રાઇમ બ્રાંચમા એફ.આઇ.આર. દાખલ થયેલ છે. જેમાં નરેશ ગોયેલ નામના શખ્સની મની લોંડરીંગના ગુનામાં ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કેનરા બેંકનું એકાઉન્ટ તથા એ.ટી.એમ. મળેલ છે.
ત્યારબાદ અજય પાટીલ નામના શખ્સે તેના સીનીયર ઓફીસર વિનયકુમાર ચોબેને ફોન આપેલ અને તેને કહેલ કે, તમારૂ એરેસ્ટ વોરંટ નીકળેલ છે, તમને 2 કલાકમાં સીબીઆઈનો સ્ટાફ એરેસ્ટ કરી લેશે, તેમજ વિનયકુમારે કહેલ કે, તમારો કેસ ચેક કરું બાદમાં તમને કહું તેમ કહીં ફરીવાર કહેલ કે, તમારા વિરુદ્ધ એરેસ્ટ વોરંટ નીકળી ગયેલ છે હવે આ કેસ મારા હાથમાં નથી હવે મારા સીનીયર આકાશ કુલહરી સાથે વાત કરો આ કેસમાં તમને કોઈ રાહત થાય તો તેમ કહી, તેને આકાશ કુલહરી નામના શખ્સ સાથે ફોનમાં વાત કરાવેલ હતી.
તે શખ્સે સ્કાઈપ એપ્લીકેશન ડાઉનલોડ કરવાનુ કહેલ, જેથી તેને એપ ડાઉલોડ કરતા નથી આવડતુ કહેતા આકાશ કુલહરી નામના શખ્સે ફરિયાદીના વોટસએપમાં સ્કાઈપ એપ સ્ક્રીનશોર્ટ મોકલેલ જેમા હશદયત.ભશમ. નામની આઈડી મેન્સન હતી. જે બાદ તેઓએ તે એપ્લિકેશન ડાઉનલોડ કરેલ હતી. ત્યારબાદ તમારે આ કેસમાંથી નીકળવુ હોય તો તમારે સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડશે તેમ કહ્યું હતું. તેમજ એપ્લીકેસમાં તેને સુપ્રિમ કોર્ટની નોટીસ પણ મોકલી હતી. ફરિયાદીએ નોટીસ ચેક કરી કહ્યું કે, તે બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચી ન શકું તેમ કહેતા, ગઠિયાએ કહેલ કે, તમારૂ ફાઈનાન્સ આરબીઆઇ ઓડીટર પાસે ચેક કરાવુ પડશે, હું તમને ફરી કોલ કરૂ છું તેમ કહીને ફોન મુકી દીધેલ હતો.
ત્યારબાદ ફરી તે મોબાઇલ નંબરથી ફોન આવેલ અને કહેલ કે તમારૂ આરબીઆઈ પાસે મંજુરી લઇ લીધેલ અને હવે હું કહું તે એકાઉન્ટમાં રૂપીયા ટ્રાન્સફર કરો ત્યાં સુધીમાં તમારૂ વોરંટ ટેમ્પરરી સ્ટોપ કરાવેલ છે. ત્યાં સુધીમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરો તેમ કહેલ અને સ્કાઈપ એપ્લીકેશનમાં એકાઉન્ટ નંબરોના લેટર મોકલેલ હતાં. જેમા પૈસા ટ્રાન્સફર કરવાનુ જણાવેલ હતું. જેમાં ફરિયાદીએ અલગ અલગ એકાઉન્ટમાં કટકે કટકે કુલ રૂ.1,03,67000 ટ્રાન્સફર કરેલ હતા.
દરમ્યાન આકાશ કુલહરી નામના શખ્સે કહેલ કે, તમારે દર અડધી કલાકે વોટસએપમાં મેસેજ કરવાનો તથા રીપોર્ટ કરવાનો, જો તમે નહી કરો તો તમારી પાછળ સીબીઆઈ અને મનીલોન્ડરિંગ વાળા છે. તમારી જાનનુ જોખમ છે. જેથી તેઓ ડરી ગયેલ અને તે લોકોના કહેવા મુજબ બધું કરવાં લાગ્યાં હતાં. ત્યારબાદ આ કેસની ઇન્કવાયરી પુરી થાય એટલે તમે જમા કરાવેલ રકમ પરત આપી દેવામાં આવશે તેમ કહીં ફરિયાદીનું તમામ સેવિંગ ટ્રાન્સફર કરાવી લીધેલ હતું.
દરમિયાન આકાશ કુલહરી નામના શખ્સે જણાવેલ કે, તમારે હજું કેસના ઈન્સ્પેક્શન માટે વધુ રૂ.30 લાખ જમા કરાવવા પડસે જેથી તેઓ તેઓ તેના મીત્ર હર્ષદભાઈ વિનોદરાય પાસે હાથ ઉછીના રૂપીયા લેવા માટે ગયેલ અને તેમને સંપુર્ણ બાબતથી વાકેફ કરાવેલ હતાં. જેથી તેઓએ ફ્રોડ થયાનું કહ્યું હતું. જે બાદ તેઓએ તા.26/07 ના ઓનલાઈન અરજી કર્યા બાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી પીઆઈ બી.બી.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.