રાજકોટમાં ન્યારી નદીના કાંઠે રૂપિયા 13 કરોડના ખર્ચે ઉમિયા માતાજીનું મંદિર બનશે, જ્યોત ઊંઝાથી આવશે - At This Time

રાજકોટમાં ન્યારી નદીના કાંઠે રૂપિયા 13 કરોડના ખર્ચે ઉમિયા માતાજીનું મંદિર બનશે, જ્યોત ઊંઝાથી આવશે


કડવા પાટીદાર સમાજના સ્નેહમિલનમાં શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિને વેગ આપવા નિર્ણય

રાજકોટમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાજીનું મંદિર બે એકરમાં રૂ.13 કરોડના ખર્ચે બનશે. મા ઉમિયાના સાંનિધ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્ર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કૃષિ વિકાસ અને માર્ગદર્શન કેન્દ્ર સહિત કુલ 18 સમાજ ઉપયોગી પ્રવૃત્તિ-પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આમ આ રીતે સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિને વેગ આપવામાં આવશે. ઉમિયા માતાજીના મંદિરની જ્યોત ઊંઝાથી લાવવામાં આવશે. તેમ પટેલ સેવા સમાજ સંગઠનના ચેરમેન મનીષભાઈ ચાંગેલાએ કડવા પાટીદાર સમાજના સ્નેહમિલનમાં સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.