રોજગારલક્ષી તાલીમ એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા પાપડ અથાણા અને મસાલા પાવડર ઉત્પાદનની તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો - At This Time

રોજગારલક્ષી તાલીમ એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા પાપડ અથાણા અને મસાલા પાવડર ઉત્પાદનની તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો


એસબીઆઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર, ખાતે પાપડ અથાણા અને મસાલા પાવડરની તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો. જેમાં ગ્રામીણ વિસ્તારના 28 બહેનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ સમાપન કાર્યક્રમમાં એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા,ભાવનગરના નિયામકશ્રી આર.એસ. રાઠોડ તથા ઇ.ડી.પી એસેસરશ્રી એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસરશ્રી રજની દ્વારા તાલીમાર્થી બહેનોને તાલીમ કાર્યક્રમ બાદ સ્વરોજગાર વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SBI RSETI સ્ટાફ શ્રી હંસાબેન ચાવડાગોર, નીલેશભાઈ બરોલીયા ,ઈશાનભાઈ કલીવડા,જયેશભાઈ ગોહિલ ,સંજયભાઈ શુક્લા તથા રાજુભાઇ પઠાણ અને ડી.એસ.ટીશ્રી તરૂણાબેન સહિતનાઓ જેહમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન ગણ એ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ. બધા તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.