વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા સ્ટોલના માધ્યમ થકી વિવિધ યોજનાકીય માર્ગદર્શન અપાયું*
*વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા સ્ટોલના માધ્યમ થકી વિવિધ યોજનાકીય માર્ગદર્શન અપાયું*
******
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા પ્રોગ્રામ અંતર્ગત માર્કેટયાર્ડ હિંમતનગર ખાતે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પેદાશોનું મૂલ્ય વર્ધન તથા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટેની વિવિધ યોજનાઓના બેનર્સ લગાવી સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. સ્ટોલ ઉપર મુલાકાત લેનાર ઉદ્યોગ સાહસિકોને બાગાયતી પેદાશોમાંથી વિવિધ બનાવટો બનાવવા માટે જે પણ મશીનરી વસાવવા માટે સહાય મળવા પાત્ર છે તેનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવીન બાગાયતી પાકો તથા મધમાખીના મધની વિવિધ બનાવટોને નિદર્શનમાં મુકવામાં આવી હતી. વધુમાં સ્ટોલ ની મુલાકાત લેનાર દરેક લોકોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે બાગાયત વિભાગ સાબરકાંઠા દ્વારા મહિલા વૃતિકા સહાય યોજના અંતર્ગત પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામની 50 બહેનોને બાગાયતી પેદાશોની વિવિધ 40 બનાવટો બનાવતા શીખવાડવામાં આવી હતી. આ તાલીમમાં માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મેળવી બહેનો દ્વારા વિવિધ બનાવટો બનાવી વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ બહેનોને વેચાણમાં સહકાર મળી રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા પ્રોગ્રામ અંતર્ગત સરકારશ્રી દ્વારા સ્ટોલ ફાળવણી કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.