ગુજરાતમાં પેપર લીક ના બે આરોપી વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હોવાનું જાહેર થયું. - At This Time

ગુજરાતમાં પેપર લીક ના બે આરોપી વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હોવાનું જાહેર થયું.


વિગતે વાત કરીએ તો આજે રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું . જે બાદ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી . આ પરીક્ષાનું પેપર લીક કરવા મામલે સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 શખ્સ વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હતા . આ હોટલમાં ગતરાત્રે જ તેઓએ રૂમ બુક કરાવ્યો હતો . રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરીને હોટલ પર પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા . આ વખતે પેપર લીક કાંડનું એપીસેન્ટર વડોદરા બન્યું છે . વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની ગુજરાત એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે . અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.