કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ રાત્રીસભામાં રજુ થયેલ સમસ્યાનું હકારત્મક નિરાકરણ*
*કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ રાત્રીસભામાં રજુ થયેલ સમસ્યાનું હકારત્મક નિરાકરણ*
-----------------------------------------
*રસ્તા પરનું દબાણ ખુલ્લું થતાં ગ્રામજનોમાં હાશકારો....*
-----------------------------------------
ગીર સોમનાથ, ૨૦ સપ્ટે. :જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના અઘ્યક્ષ સ્થાને તા.૧૨/૦૯ /૨૦૨૪ના રોજ જિલ્લા કક્ષાના લીયન વિભાગના અધિકારીશ્રીઓને સાથે રાખીને સુત્રાપાડાના પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ સારું રાત્રીસભા યોજવામાં આવેલ હતી.
આ સભામાં વાવડી ગામના ખેડૂતો દ્વારા વાવડી ગામના 'ગોઢલાનો પા'માં આવેલ રસ્તો ખુલ્લો કરવા બાબતેની સમસ્યા કલેકટરશ્રી સમક્ષ રજૂ કરેલ હતી.જે સમસ્યાના હકારત્મક નિરાકરણ આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે સારું કલેક્ટરશ્રી દ્વારા મામલતદારશ્રી, સુત્રાપાડાને ગુરુવાર તા.૧૯/૦૯/૨૦૨૪ સુધીમાં રસ્તો ખુલ્લો કરવા બાબતે સૂચન કરવામાં આવેલ હતું. જે અન્વયે વાવડી ગામનો એક કીલોમીટર રસ્તો ખુલ્લો કરવામાં આવેલ હતો. જેમાં ખેડૂતોના ખેતીવિષયક દબાણ તથા બિનકાયદેસર ઢાળીયા દૂર કરવામાં આવેલ હતા. સદરહુ રસ્તો અંદાજે ૬ થી ૮ ફૂટ આવેલ હતો. જેમાં અંદાજિત ૩૯૦૦ ચોમી દબાણ દૂર કરી ૨૦ થી ૨૫ ફૂટ રસ્તો પહોળો કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સમસ્યાનું સુખદ્ નિરાકરણ આવતા ગ્રામજન પિયુષભાઈ રાઠોડ દ્વારા કલેકટરશ્રી જાડેજા સાહેબનો સમસ્યાને વાચા આપવા અને નિરાકરણ બદલ આભાર વ્યકત કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.