વિસાવદરના પૂર્વ ધારાસભ્ય રિબડીયાના પ્રયાસોથી સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી ૧૦૦ બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે ૨.૫ કરોડ મંજુ - At This Time

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય રિબડીયાના પ્રયાસોથી સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી ૧૦૦ બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે ૨.૫ કરોડ મંજુ


વિસાવદરના પૂર્વ ધારાસભ્ય રિબડીયાના પ્રયાસોથી સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી ૧૦૦ બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે ૨.૫ કરોડ મંજુર.વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડીયા દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી સહિત વિધાનસભા માં પણ રજૂઆતો કરી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ આપવા તથા ૧૦૦ બેડની સુવિધાઓ સાથે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ફાળવવા અવારનવાર રજૂઆતો કરેલ હતી ત્યારબાદ તેઓ ભાજપમાં ભળ્યા અને ચૂંટણી લડ્યા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી પ્રચારમાં વિસાવદર આવેલ ત્યારે વિસાવદર ગૌશાળાના મેદાનમાં હર્ષદભાઈ રિબડીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના લોકોએ મુખ્યમંત્રીને આ સંબંધે રજુઆત કરેલ હતી અને જે તે સમયે મુખ્યમંત્રી એ તેમના ભાષણમાં પણ આ બાબતે ઉલ્લેખ કરેલો ત્યારબાદ શ્રી રિબડીયાએ સતત મુખ્યમંત્રીને રજૂઆતો કરી જણાવેલ કે,જુનાગઢ જિલ્લામાં વસ્તી અને વિસ્તારમાં સૌથી મોટો વિસાવદર તાલુકો છે અને તે ગીર બોર્ડરને અડીને આવેલ છે અને જંગલની તદ્દન નજીક આવેલ હોવાથી અવારનવાર જંગલી જાનવરો તથા જંગલી પશુઓનો તથા જંગલી જીવ જંતુઓનો ભોગ વિસાવદર તાલુકાની જનતા બનતી હોય તેમને તાત્કાલિક સારવાર નજીકમાં મળતી ન હોય અને તેના કારણે જુનાગઢ તથા રાજકોટ સુધી સારવાર માટે જવું પડતું હોય તેના કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ જ પરેશાન છે.અને દૂરના સ્થળે સારવારમાં જવું પડતું હોય તેનાથી પ્રજાને ઘણો મોટો ખર્ચ કરવો પડતો અને સમય પણ બગડતો હોય તથા તાત્કાલિક સારવાર નહિ મળવાથી ઘણું નુકશાન થતું હોય જેથી વિસાવદર ખાતે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર(સી.એચ.સી.)ને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવે તો વિસાવદર તથા આજુ બાજુના વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકાય તેમ છે અને જો આમ થાય તો તાલુકાભરની જનતા માટે આશીર્વાદ સમાન ગણાશે તથા તાલુકાના આવા દર્દીઓને જુનાગઢ કે રાજકોટ સુધી લાંબુ થવું ન પડે તેવા શુભઆશ્રયથી સત્વરે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ બનાવવામાં આવે તેવી રજુઆત કરેલ જેના કારણે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવા સરકારે ૨.૫ કરોડ રૂપિયા ની વહીવટી મંજૂરી આપતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુજરાત ના મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર વ્યક્ત કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.