અંબિકાટાઉનશિપમાં મહિલાને પાડોશી મહિલાએ મારમારી હડધૂત કરી
અંબિકા ટાઉનશિપમાં મહિલાને પાડોશી મહિલાએ મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જીવરાજ પાર્ક પાસે અંબીકા ટાઉનશીપમાં આદર્શ ડ્રિમમાં રહેતાં આરતીબેન મિલીંન્દભાઈ વાઘેલા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પતિ જેતપુરમાં ગૌશાળા ચલાવે છે. એકાદ માસ પહેલા ફલેટના બી વિંગમાં છઠ્ઠા માળે ફ્લેટ નં. 603 માં રહેતા શોભનાબેન રાવત આહીરનો પુત્ર તેણીની પુત્રી સાથે અવાર નવાર નાની વાતમાં ઝગડો કરતો હોય જેથી તે દિકરીને ફલેટના પાર્કીંગમા મોકલતા નહી.
ગઈ કાલ રાત્રીના સમયે તેઓ તેમની પુત્રીને નવરાત્રીની પ્રકટીશ કરાવવા ફલેટના નિચે આવેલ હોલમા મુકવા જતી હતી ત્યારે શોભનાનો પુત્ર ક્રીશ મળતા તેને કેમ મારી પુત્રી સાથે ઝગડો કરે છે કહેતા, તેને અસભ્ય વર્તન કરવા લાગતા તેને ચાલ તારા મમ્મી પાસે કહેતા ક્રીશ તેના મમ્મી પાસે લઈ જતા ફ્લેટ બહાર ક્રીશના મમ્મી હાજર હોય જેને મે ક્રીશ ઝઘડો કરતો હોવાની વાત કરતા તે ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરવા લાગેલ અને ગાળો બોલવા લાગતા તે પુત્રી સાથે નિકળી લીફટ તરફ આવતા શોભનાબેન તેમની પાસે આવી લીફટનો દરવાજો બંધ કરવા દીધેલ નહી અને ખરાબ ગાળો આપી વાળ પકડી ઢીકાપાટા મારવા લાગેલ હતી.
તેમજ ફડાકા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી. બાદમાં તેઓ ઘરે દોડી આવી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
