ડાર્ક પેટર્ન:દેશમાં ટોપ 53માંથી 52 એપ યુઝરોને ગેરમાર્ગે દોરી રહી છે - At This Time

ડાર્ક પેટર્ન:દેશમાં ટોપ 53માંથી 52 એપ યુઝરોને ગેરમાર્ગે દોરી રહી છે


ભોજનથી લઈ શોપિંગ કરવા સુધી દરેક વસ્તુ માટે ફોનમાં એપ છે. આ એપ આપણા માટે મદદરૂપ સમજીએ છીએ પરંતુ વાસ્તવમાં એવું નથી. મોટા ભાગની એપ આપણને ગેરમાર્ગે દોરે છે. તે આપણી નિર્ણયક્ષમતાને પ્રભાવિત કરે છે અને અયોગ્ય રીતે આપણી પ્રાઈવેસીમાં દખલગીરી કરે છે. આ માહિતી એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) અને પેરેલલ એચક્યૂના નવા અભ્યાસમાં સામે આવી છે. સ્ટડીમાં સામેલ 53માંથી 52 એપે યુઝરોને ગેરમાર્ગે દોર્યા છે, તેમજ પ્રાઈવેસીનું ખનન પણ કરે છે. આ એપ ડાર્ક પેટર્નનો ઉપયોગ કરે છે. તેમાં નેટફ્લિક્સ, ઓલા, સ્વિગી જેવી મોટી એપ પણ સામેલ છે. આ એપ્સ 21 અબજ વખત ડાઉનલોડ કરાઈ છે
યુઝર્સને ગેરમાર્ગે દોરતી આ એપ્સ 21 અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. વિશ્લેષણ કરાયેલી 79% એપ્સમાં ગોપનીયતાનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. 45% યુઝર ઇન્ટરફેસમાં દખલ કરી રહ્યા હતા. 43% ડ્રીપ પ્રાઇસિંગ કરે છે. 32% ખોટી તાકીદ બતાવીને દબાણ લાગુ કરે છે. ક્યારેક નિર્ણય લેવામાં પણ તમને ગૂંચવણમાં મૂકે છે
એએસસીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે એપ યુઝરોની નિર્ણયની પ્રક્રિયા તેમજ નિર્ણય લેવામાં ક્યારેક ગૂંચવણમાં મૂકે છે. ભ્રામક પેટર્ન દ્વારા છેતરપિંડીની સાથે-સાથે પાયાવિહોણા આધાર આપી યુઝરોને મુશ્કેલીમાં મૂકે છે. શોપિંગ એપ ડ્રીપ પ્રાઈસિંગ દ્વારા ભ્રામક જાહેરાતો આપી ગ્રાહકોને લલચાવે છે. એકાઉન્ટ ડિલીટ કરવામાં પણ મુશ્કેલી સર્જાય છે
સ્ટડીમાં સામેલ તમામ ઈ-કોમર્સ એપ્સે યુઝર્સ માટે એકાઉન્ટને ડિલીટ કરવું મુશ્કેલ બનાવ્યું છે, જ્યારે પાંચમાંથી ચાર હેલ્થ-ટેક એપ્સ યુઝર્સ પર ઉતાવળમાં નિર્ણય લેવા માટે સમય આધારિત દબાણ લાવી રહી હતી. સ્વાસ્થ્ય એપ્લિકેશન્સમાં ભ્રામક પેટર્ન સૌથી વધુ પ્રચલિત છે. આ પછી ટ્રાવેલ બુકિંગ અને ઈ-કોમર્સ આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.