માળીયા હાટીના પાસે કાત્રાસા રજમી નદીમાં ઇકો કાર તણાતા કારમાં સવાર યુવાન લાપતા સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરી તંત્ર ને કરાઈ જાણ..
માળીયા હાટીના બનાવની મળતી વિગત મુજબ હાલ ચોમાસા પુર બહાર હોય અને મેઘરાજા ઝંઝાવતી બેટિંગ કરતાં હોય સમગ્ર ગીરના નદી નાળા તોફાની ઝડપે બે કાંઠે વહી રહ્યા છે ત્યારે માળિયા હાટીના તાલુકાના કાત્રાસા ગામ નજીક વહેતી રજમી નદી પણ પૂરજોશ માં વહી રહી છે ત્યારે મોળી સાંજે નદીના બેઠા પુલ પરથી નદીમાંથી પસાર થતી ઇકો કાર તણાઈ હતી જેમાં સવાર ભરત ભાઇ નાથાભાઈ ગુજરાતી નામનો 45 વર્ષીય યુવાન પણ તણાઈ જતા લાપતા થયો હતો જેની હાલ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે અને વધુમાં તંત્રને જાણ કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા હાલ આ કારણે ગાળિયા ફસાવી આ કાર ને નજીકમાં સપોર્ટ સાથે દોરડા વડે બાંધવામાં આવી છે પણ કારમાં સવાર યુવક નો કોઈ અતોપતો મળેલ નથી
તો તાલુકા કંટ્રોલ રૂમ પરથી જાણવા મળ્યા મુજબ યુવાન તણાઈ લાપતા થયો હોવાનું કન્ફર્મેશન આપ્યું છે હાલ વહેલી તકે શોધખોળ માટે ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે..
રીપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.