હર ઘર તિરંગા’ અભિયાનમાં પોલીસ પણ ઉત્સાહભેર જોડાઈ રહી છે - જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા - At This Time

હર ઘર તિરંગા’ અભિયાનમાં પોલીસ પણ ઉત્સાહભેર જોડાઈ રહી છે – જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા


‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પોલીસ પણ ઉત્સાહભેર જોડાઈ રહી છે - જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા તા.૦૮ ઓગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.

જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક સમાજ સાથે પોલીસ પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ રહી છે. જિલ્લામાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં પોલીસ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી રહી છે. તેમજ અનેક સ્થળોએ તિરંગાનું વિતરણ પણ ચાલું છે.

તેમણે પોતાના ઘર, દુકાન સહિતના સ્થળોએ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાની ઉર્મીઓ પ્રગટ કરવા માટે અપીલ કરતા જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સહિત સર્વે નાગરિકો આ અભિયાનમાં ઉલ્લાસપૂર્વક સહભાગી થઈ રંગોળી સ્પર્ધા, સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રો તેમજ વિવિધ સ્પર્ધાઓ દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.