હળવદના ચરાડવા ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો - At This Time

હળવદના ચરાડવા ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે સરકારશ્રી નાં આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ચરાડવા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં GMERS મેડીકલ કોલેજ ની ટીમ અને સિવિલ હોસ્પિટલ મોરબી નાં જુદા જુદા ૧૦ વિભાગના સુપર સપેસેયાલિસ્ટ દ્વારા આ તકે સેવા આપવામાં આવેલ જેમાં લોકો ને વિના મુલ્યે તપાસ તથા સારવાર આપવામાં આવેલ અને લોકો દ્વારા પણ બહોળી સંખ્યા માં આ કેમ્પ નો લાભ લેવામાં આવેલ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ પેથોલોજીસ્ટ ટીમ દ્વારા આ તકે રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ જેમાં લોકોએ સ્વૈછીક રક્દાન કરી રક્તદાન મહાદાન જેવા સંકલ્પ ને સાકાર કરેલ તેમજ તાલુકા હેલ્થ ઓફીસ- હળવદ દ્વારા સરકારશ્રી ની આરોગ્યલક્ષી યોજના નાં ખૂબજ જરૂરી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ લોકોને સ્થળ પર જ કાઢી આપવાની કામગીરી હાથ ધરેલ વધુમાં આ કાર્યક્રમ જીલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડયા સાહેબ , જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રવિણ ભાઈ સોનાગ્રા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ , તાલુકા પંચાયત સદસ્ય માવજીભાઈ,તેમજ ચરાડવા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી તથા અન્ય સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ
આમ આ કાર્યક્રમ ને સફળ બનાવામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ચરાડવા,પ્રા.આ.કેન્દ્ર જુના દેવાળિયા તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી નાં સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠવામાં આવેલ

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.