આઠ વર્ષોમાં પેટ્રાલમાં ઇથેનોલ મિક્સ કરી ૫૦,૦૦૦ કરોડના ફોરેક્સની બચત
(પીટીઆઇ) પાણીપત,
તા. ૧૦છેલ્લા સાત-આઠ વર્ષોમાં પેટ્રોલની સાથ ઇથેનોલ મિશ્રિત કરીને
ભારતે ૫૦,૦૦૦ કરોડ
રૃપિયાનું ફોરેન એક્સચેન્જ બચાવ્યુ છે તેમ વડાપ્રધાન નરેન્દ્રી મોદીએ દાવો કર્યો
છે. ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશનના સેકન્ડ જનરેશન ઇથેનોલ પ્લાન્ટ
દેશને અર્પણ કરતા મોદીએ જણાવ્યું હતું કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્ર કરવાથી ખેડૂતોને
પણ ૫૦,૦૦૦ કરોડ
રૃપિયાનો ફાયદો થયો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા
વડાપ્રધાને જણાવ્યું હતું કે ૯૦૦ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર થયેલ આ ઇથેનોલ
પ્લાન્ટથી ખેતરમાં બાળવામાં આવતી પરાળીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં ઇથેનોલનું
ઉત્પાદન ૪૦ કરોડ લીટરથી વધીને ૪૦૦ કરોડ લીટર થઇ ગયું છે. આ દરમિયાન ઓઇલ પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે
એપ્રિલ, ૨૦૨૩થી
પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત કરવામાં આવશે. ૨૦૨૫ સુધીમાં પેટ્રેોલના તમામ
જથ્થામાં ૨૦ ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.