સેનેટ ચૂંટણીમાં 50 ટકા મતદારો વરાછા-કતારગામના આઠ બુથમાં - At This Time

સેનેટ ચૂંટણીમાં 50 ટકા મતદારો વરાછા-કતારગામના આઠ બુથમાં


- ઉધના, વેસુ, અડાજણ, રાંદેરના 50 ટકા મતદારો
15 બુથમાં :  ચોક્કસ વિસ્તારમાંથી જ વધુ મતદાર નોંધણી કરાવાયાનો
ગુણગણાટ       સુરતસુરત
શહેરના ૨૩ મતદાન મથકોમાં નોંધાયેલા કુલ ૬૩ હજાર મતદારોમાંથી ૫૦ ટકા મતદારો તો વરાછા
અને કતારગામના આઠ મતદાન મથકોના જ છે. યુનિવર્સિટીમાં સતત હાજર રહેનારા કહેવાતા નેતાઓ
અન્ય વિસ્તારોમાંથી વધુ મતદારોની નોધણી નહીં કરાવ્યાનો ગણગણાટ શરૃ થયો છે. રવિવારની
સેનેટની ચૂંટણીમાં સુરત શહેરમાં કુલ ૨૩ મતદાન મથકો પરથી મતદાન થશે. આ મતદાન મથકો
પર કુલ ૬૩૬૩૯ મતદારો નોંધાયા છે. જેની ગણતરી કરીએ તો વરાછા, કતારગામના આઠ મતદાન
મથકો પર જ કુલ ૩૦૮૭૦ મતદારો મતદાન આપવા માટે નોંધાયા છે. તો બાકીના ૧૫ મતદાન મથકો
ઉધના, વેસુ, રાંદેર, નવયુગ કોલેજ, સુરત સેન્ટ્રલ સીટીમાં આવ્યા છે. આ ૧૫
મતદાન મથકો પર કુલ ૩૨૭૬૯ મતદારો નોંધાયા છે. આમ ૨૩ મતદાન મથકો પર કુલ ૬૩૬૩૯ મતદારો
નોંધાયા છે.

 આમ સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં ૫૦ ટકા મતદારો
હોવાથી આ મતદારો પર સવિશેષ નજર રહેશે. આ આંકડા જોતા યુનિવર્સિટીમાં પડયા પાર્થયા
રહેતા કહેવાતા નેતાઆના ગાલ પર સણસણતો તમાચો માર્યો હોવાની વાતો ઉઠી છે.  તે વખતે નોંધણી કરાવવામાં ઉંધતા ઝડપાયા હોવાનો
ગણગણાટ યુનિવર્સિટી કેમ્પસમાં થઇ રહ્યો છે. યુનિવર્સિટીના રાજકારણમાં જ રસ હોવાથી
આ તરફ ધ્યાન નહીં આપ્યુ હોવાની ચર્ચાઓ રાજકીય વિશ્લેષકોમાંથી ઉઠી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.