પાણીનું સ્તર વઘતા જ ટેન્ક નદીમાં સમાઈ:લદ્દાખમાં LAC પાસે મિલિટરી એક્સરસાઈઝ દરમિયાન નદી પાર કરી રહેલા JCO સહિત 5 જવાનો શહીદ - At This Time

પાણીનું સ્તર વઘતા જ ટેન્ક નદીમાં સમાઈ:લદ્દાખમાં LAC પાસે મિલિટરી એક્સરસાઈઝ દરમિયાન નદી પાર કરી રહેલા JCO સહિત 5 જવાનો શહીદ


લદ્દાખના દૌલત બેગ ઓડે વિસ્તારમાં નદી પાર કરવાની ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન T-72 ટેન્ક અકસ્માતનો ભોગ બની હતી. નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના LAC પાસે મંદિર મોર વિસ્તારમાં બની હતી, જેમાં એક JCO સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે ટેન્ક નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. પાંચેય મૃતદેહો મળી આવ્યા છે. પીઆરઓ પીએસ સિંધુએ ભાસ્કર સાથે વાત કરતા કહ્યું કે અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ. લદ્દાખ ક્ષેત્રમાં ટેન્ક યુદ્ધાભ્યાસ દરમિયાન આર્મીના પાંચ જવાનો શહીદ થયા હતા. જે નદીમાંથી ટેન્ક પસાર થઈ રહી હતી તેમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં આ અકસ્માત થયો હતો. લદ્દાખ ક્ષેત્રના લેહ શહેરમાંથી સત્તાવાર સૂત્રોએ આઈએએનએસને જણાવ્યું કે શુક્રવારે લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) નજીક દૌલત બેગ ઓડે વિસ્તારમાં ટેન્ક એક્સરસાઈઝ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. આ યુદ્ધાભ્યાસદરમિયાન,ટેન્ક દ્વારા નદી પાર કરવામાં આવી રહી હતી, તે ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, "એક ટેન્ક અચાનક પૂરમાં ફસાઈ ગઈ, જેમાં પાંચ સૈનિકો શહીદ થયા." સૂત્રોએ જણાવ્યું કે આ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર પણ સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.