મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં 5 દિવસ હળવા વરસાદની આગાહી
મહેસાણા,
તા.13ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં મેઘરાજાની મહેર અવિરત વરસી રહી છે.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૩૩ તાલુકા પૈકી ૨૧ તાલુકામાં હળવો વરસાદ પડયો હતો. જ્યારે
૧૨ તાલુકામાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. ભાભરમાં ૩ ઈંચ, સિદ્ધપુર-વિજાપુરમાં
બે ઈંચ, અમીરગઢ-વડનગરમાં
દોઢ ઈંચ તેમજ ખેરાલુ-સતલાસણા અને વડગામમાં અડધો ઈંચ વરસાદ થયો હતો. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના તમામ તાલુકા, બનાસકાંઠા
જિલ્લાના ૧૪ પૈકી ૮ તાલુકામાં અને પાટણ જિલ્લાના ૯ તાલુકા પૈકી ૩ તાલુકામાં હળવાથી
લઈને મધ્યમ વરસાદ પડયો હતો. ત્રણેય જિલ્લાના ૩૩ તાલુકા પૈકી ૨૧ તાલુકામાં ૧ મીમીથી
લઈને ૭૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં ભાભરમાં ૩ ઈંચ, સિદ્ધપુર અને
વિજાપુરમાં બે ઈંચ, અમીરગઢ
અને વડનગરમાં દોઢ ઈંચ તેમજ ખેરાલુ,
સતલાસણા અને વડગામમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં છેલ્લા
સપ્તાહ દરમિયાન હળવો વરસાદ ચાલુ રહેતાં ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે.આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આગામી ૫ દિવસ દરમિયાન હળવાથી
મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ૨૪
કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.