જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા 152 પગડીયા માછીમારી પરિવારોને જરૂરી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા. - At This Time

જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા 152 પગડીયા માછીમારી પરિવારોને જરૂરી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા.


જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા 152 પગડીયા માછીમારી પરિવારોને જરૂરી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા.

જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા પોતાની ઔધ્યોગીક સામાજીક જવાબદારી અંતર્ગત અમલીકૃત માછીમારી આજીવિકા વિકાસ કાર્યક્રમ અંતર્ગત 152 જેટલા પગડીયા માછીમારી પરિવારોને માછીમારી માટે જરૂરી એવી ફિશીંગ નેટ, આઇસ બોક્ષ, પ્લાસ્ટીક ક્રેટ, દોરી વિગેરે જેવા ઉપયોગી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લ્ખનીય છે કે છેલ્લા બે વર્ષથી જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા નાના પગડીયા માછીમારી કરતા પરિવારોનાં જીવન ધોરણમાં સુધાર અને આજીવિકા સંવર્ધન તેમજ વ્યવસાયીક મુલ્ય વર્ધન માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે માટે ફાઉન્ડેશન દ્રારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સિધો જ આ વંચીત સમુદાયને મળી રહે તે માટે જગૃતી ફેલાવવામાં આવી રહી છે તે ઉપરાંત મહીલા માછીમારીઓ માટે સ્વ સહાય જુથ અને આરોગ્ય સંવર્ધન કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા જીએચસીએલ લિમીટેડમાંથી સિનિયર જનરલ મેનેજરશ્રી આરીફભાઇ માજોઠી ખાસ ઉપસ્થિત રહેલા. સી.એસ.આર વિભાગમાંથી સિનિયર ઓફીસરશ્રી ડૉ. રવિ સોલંકી તેમજ હનીફ કાળવાતર સહભાગી બનેલા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ભાવસિંહ વંશ દ્રારા કરવામાં આવ્યુ હતુ.

યોગેશ કાનાબાર
રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.