સમસ્ત વાી ક્ષત્રિય સંગઠન – માળીયા હાટીના દ્વારા આયોજીત ક્ષત્રિય શિરોમણી શ્રી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા અનાવરણ તથા જન્મ જયંતી શોભાયાત્રા
શોભાયાત્રાનું પ્રસ્થાન સ્થળ રેલ્વે સ્ટેશન, રામેશ્વર મહાદેવ મંદિર, માળીયા હાટીના તા. ૦૯/૦૫/૨૦૨૩ - મંગળવાર સમય : બપોરના ૦૩:૦૦ કલાકે રાખેલ છે
દેશપ્રેમ, ત્યાગ, બલિદાન, સંઘર્ષ વગેરે ગુણોના પ્રતિક મહારાણા પ્રતાપ હંમેશા ભારતવાસીઓ માટે શ્રધ્ધા તથા અભિમાન ના પ્રેરણા સ્ત્રોત રહેશે, એમનું નામ લેતાં જ આપણા મનમાં મોઘલ સામ્રાજયની સતાને પડકાર આપવા વાળા વીરતાથી પરીપૂર્ણ એક અપ્રતિમ યોધ્ધાની છાપ ઉપસી આવે છે. જેમણે આ સ્વતંત્રતા માટે કઠીન પરિસ્થીતીઓ માં પણ કઠોર સંઘર્ષ કરી, પોતાની ભૌતિક સુખ લાભો ની ઉપેક્ષા ન કરી, માતૃભૂમિની સ્વતંત્રતાની રક્ષા માટે એમનો અવીરત સંઘર્ષ ઇતિહાસનો સોનેરી અધ્યાય છે.
આવા સમયમાં મહારાણા પ્રતાપનું જીવન ચરિત્ર આદર્શ સ્વરૂપ ઉજાગર કરવા હેતુ માતૃભૂમિની સ્વાધીનતા ના ઉપાસકો એવા બહુધા સ્મરણીય અને વંદનીય આપ સર્વે ક્ષત્રિય બંધુ તથા ધર્મપ્રેમી જનતા વીર શિરોમણી, ક્ષત્રિય કુળ ભુષણ, મેવાડ નરેશ મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખેલ છે. તો આપ સર્વે પોતાના શાહી પહેરવેશ સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યકમની શોભા વધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા શ્રી હાટી ક્ષત્રિય યુવા સંગઠન-માળીયા હાટીના તથા સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત દ્વારા જણાવેલ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.