ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમ ના દિવસે ખુબ જ મોટી સંખ્યા મા યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે.યાત્રાધામ
ચોટીલામા પણ દર પૂનમ ના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ચોટીલા મંદિરે વર્ષની ૧૨ પૂનમો મા સૌથી વધારે ભીડ બે પૂનમ દરમિયાન રહેતી હોય છે એક કારતક માસની પૂનમ અને બીજી ચૈત્ર માસની પૂનમ. આજે ચૈત્ર માસની પૂનમ છે. ચૈત્રી પૂનમ અન્ય પૂનમથી થોડી અલગ હોય છે. આ પૂનમના દિવસે ગુજરાત ભરના અલગ અલગ ભાગો માથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીના દર્શને આવતા હોય છે. પૂનમ પહેલાના આઠ દિવસથી જ બગોદરા થી ચોટીલા તેમજ ઉતર ગુજરાત તરફના વિરમગામ થી ચોટીલા સુધી ના નેશનલ હાઈવેઓ તથા સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે. લગભગ દર એક કિલોમિટર ના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતા ગામો દ્વારા ચા,પાણી,શરબત,નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે. રોડ પરના ખેતર-વાડીના માલિકો-ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ માટે તેમજ દિવસ દરમિયાન આરામ માટે પોતાની યથા શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપતા હોય છે. ચોટીલાને જોડતા આસપાસની ત્રિજ્યા ના દરેક રોડ રસ્તાઓ ચૈત્રીપૂનમા આઠ દિવસ પહેલાથી જ ભકિતના રંગે રંગાઈ જાય છે.
ચોટીલા ડુંગર તળેટીનો રોડ ચૈત્રી પૂનમના આગલા દિવસથી ૨૪ કલાક સુધી પગપાળા સંઘો અને યાત્રાળુઓ થી ધમધમતો રહ્યો હતો.
આજે ચૈત્રીપૂનમ હોવા થી મંદિર ના દ્વાર રાત્રે 01:30 વાગ્યા થી જ દર્શન માટે ખોલી નાખવામાં આવ્યા હતા અને 02:00 વાગ્યે માતાજીની આરતી કરવામા આવી હતી.
હાઈવે પોલીસ ચોકી થી તળેટી સુધીનો રોડ પગપાળા સંઘો દ્વારા ઉડાડવા મા આવતા કંકૂ અને ગુલાલથી એકદમ લાલ-ગુલાબી રંગનો થઈ ગયો હતો.
મંદિર દ્વારા ગત ૨૫ નવેમ્બર ૨૦૨૩ ના રોજ યાત્રાળુઓ માટે ડુંગર ચડવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. આજે ચૈત્રી પૂનમના દિવસે ઘણાં બધા સંઘો દ્વારા પૂછવામા આવ્યું હતું કે આ સિસ્ટમ હવે ક્યારે શરૂ થશે..?? તો આ બાબતે મંદિર મહંત પરિવાર ના મનસુખગિરિ ગોસાઈએ જણાવ્યું હતુ કે હવે થોડી સરકારી કાર્યવાહી બાકી રહી છે, તે પૂર્ણ થતાં જ નજીકના સમયમા જ આ સિસ્ટમનું કાર્ય પૂરજોશ મા શરૂ થઈ જશે. તેમણે યાત્રાળુઓ ને જણાવ્યું હતું કે *મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે ચામુંડા માતાજીની કૃપાથી આવતી ચૈત્રી પૂનમ પહેલા જ માત્ર ૩૦/- રૂપિયા ના ટીકીટ ના દર વાળી આ સિસ્ટમ લાખો ભક્તજનો માટે શરૂ થઈ જશે.*
આજે ચૈત્રી પૂનમના દિવસે મંદિર ના ભોજનાલયમાં માતાજીની લાપસી,શાક,રોટલી તેમજ દાળભાત નો ભોજન પ્રસાદ નો મોટી સંખ્યામા ભક્તોએ લાભ લીધો હતો.
ચોટીલા પોલીસ દ્વારા પણ ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય તેમજ યાત્રાળુઓ ને કોઈ અગવડતા ના પડે તે માટે હાઈવે,તળેટી તેમજ ડુંગર પર સઘન પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.
ચોટીલા મામલતદાર ઓફિસ ના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા હાઈવે પર તેમજ મામલતદાર કચેરી પાસે પગપાળા આવતા યાત્રાળુઓ માટે ચા-નાસ્તો તેમજ ભોજન ની તેમજ ઠંડી છાશ ની સેવા ચાલુ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.